સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે ગ્રીન કાર્ડ સાથે જોડાયેલી નવી ગાઇડલાઇન જાહેર કરી છે. ગાઇડલાઇનમાં ઇમરજન્સી પરિસ્થિતિ દરમિયાન એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ માટે નવી અને રિન્યુઅલ અરજીઓ માટે નવા આદેશ જાહેર કર્યા છે, જેને કારણે અમેરિકામાં કામ કરવા અને રહેવા માટે ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ભારતીય IT પ્રોફેશનલને રાહત મળશે. આ વિઝા બેકલોગ અથવા નોકરી ગુમાવવાની સ્થિતિમાં અમેરિકામાં ફસાયેલા ભારતીયો માટે EAD માટે અરજી કરવાની તક પૂરી પાડશે.
અમેરિકન કાયદા અનુસાર રોજગાર અધિકૃત દસ્તાવેજ રાખવુ આ સાબિત કરે છે કે તમે ચોક્કસ સમયગાળા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવા માટે અધિકૃત છો. અમેરિકન એમ્પ્લોયરોએ આ સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે કે તે આ તપાસ કરે કે તેના તમામ કર્મચારી સંયુક્ત રાજ્યમાં કામ કરવા માટે અધિકૃત છે.
ઇમરજન્સી સ્થિતિમાં EAD અરજી માટેની પાત્રતા
- USCISએ ઇમરજન્સીની પરિસ્થિતિઓમાં EAD માટે અરજી કરવા માટે અમુક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે.
- અરજદાર ફોર્મ I-140 પર મુખ્ય વેરિફાઇડ લાભાર્થી હોવો જરૂરી છે.
- EAD માટે ફોર્મ I-765 ફાઇલ કરતી વખતે અરજદાર પાસે માન્ય નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ અથવા E-3, H-1B, H-1B1, O-1 અથવા L-1 હેઠળ અધિકૃત ગ્રેસ પીરિયડ હોવો જરૂરી છે. ઉપરાંત, અરજદારે એડજસ્ટમેન્ટ સ્ટેટસ માટે અરજી ના કરી હોય.
- અરજદાર અને અરજદારના આશ્રિતોએ તેમના બાયોમેટ્રિક્સ આપવા પડશે
- અરજદાર અથવા તેના આશ્રિતોને કોઈપણ અપરાધ અથવા અન્ય કોઈ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા ન હોવા જોઈએ.
ઇમરજન્સી ઘણા પ્રકારની હોઈ શકે છે. આમાં ગંભીર બીમારી, અપંગતા, એમ્પ્લોયરના વિવાદો અથવા એમ્પ્લોયરને થતી મુશ્કેલીઓનો સમાવેશ થાય છે. અરજદારોએ ઇમરજન્સી સંજોગોની પુષ્ટિ કરતા પુરાવા પ્રદાન કરવા આવશ્યક છે. ઉપરાંત, આ હેઠળ, અરજદારો ઓવરસબ્સ્ક્રાઇબ્ડ કેટેગરીમાં મંજૂર ઇમિગ્રન્ટ વિઝા પિટિશન દસ્તાવેજો સબમિટ કરી શકે છે, જેમ કે નોંધણી રેકોર્ડ્સ, મોર્ટગેજ દસ્તાવેજો, રોજગારની ખોટ બતાવવા માટે લાંબા ગાળાના લીઝ કરાર દસ્તાવેજો. પુરાવા દ્વારા સમર્થિત અરજીના આધારે USCIS એ નક્કી કરે છે કે રોજગાર અધિકૃતતા દસ્તાવેજ માટે અનિવાર્ય સંજોગો અસ્તિત્વમાં છે કે નહી.