૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ જે ફકત ભારતમાં જ નહી પરંતુ સંપૂણઁ વિશ્વમાં ઉજવાતો દિવસ છે. જો યોગના ફાયદા ગણવા જઇશું તો આંગળીઓના ટેરવા ઓછા પડશે કહેવાય છે કે યોગથી કેન્સર જેવી બીમારીઓ પણ દૂર થાય છે.
આજના દિવસે વિશ્વના બધા લોકો લોકો પોતાના ઘરની આજુ-બાજુ ખુલ્લી જમીન પર યોગા મેટ લઇને યોગા તો કરે છે. પરતું આ વખતે રાજકોટ વાસીઓ કંઇક અલગ જ રીતે યોગ કરતા જોવા મળી રહયાં છે. રાજકોટની કુલ ૨૦૦ મહિલાઓ દ્રારા એકવા યોગા કરવામાં આવ્યા. જે શરીર માટે ખૂબ જ લાભદાયી છે. તે મહિલાઓ દ્રારા કહેવામાં આવ્યું કે બધા લોકો જમીન પર યોગા કરી રહયાં છે. પરંતુ તેની સરખામણીએ પાણીમાં યોગા કરવાથી મન ખૂબ જ પ્રફુલિત રહે છે અને આપણા શરીર માટે પણ ખૂબ જ લાભદાયી છે.