Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

ચોમાસાને લઈ હજુ રાહ જોવી પડશે ! હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી

ચોમાસાને લઈ હજુ રાહ જોવી પડશે ! હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી

ચોમાસું ક્યારે આવશે તેને લઈ હજુ પણ કોઈ સ્પષ્ટતા કરવામા નથી આવી. મુંબઈમાં ચોમાસાનું આગમન થાય પછી જ ગુજરાતમાં ચોમાસું આવશે. જોકે ભેજવાળા વાતાવરણના કારણે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. વાદળો ઘેરાશે પણ વરસાદ પડવાની સંભાવના નહિવત છે.

રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. દર વર્ષે 1 જૂનથી કેરલમાં ચોમાસુ બેસી જતુ હોય છે, જો કે આ વર્ષેે કેરલમાં પણ 8 જૂન બાદ ચોમાસાનું આગમન થયુ છે ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસુ આવશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.