કપડવંજ શહેર તાલુકા-યુવા ભાજપ, ખેડા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ટાઉનહોલ ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 88 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનની દિવસ નિમિત્તે યોજાયેલ આ રક્તદાન કેમ્પ પ્રસંગે ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કરનાર દૂરંદેશી રાજનેતા, ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના ત્યાગ, બલિદાન, સંઘર્ષ, સમર્પણને ક્યારેય ભૂલી શકાશે નહીં અને દરેક કાર્યકરોએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા દ્વારા તેમણે લાખો યુવાનોમાં ઉચ્ચ જીવન મૂલ્યોનું સિંચન કર્યું છે. શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ તેમજ લોકતાંત્રિક મૂલ્યોની સુરક્ષા હેતુ તેમણે આપેલું યોગદાન અવિસ્મરણીય રહેશે.તેમ તેઓએ જણાવ્યું હતું.
સમગ્ર રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે યુવા મોરચા પ્રમુખ કિન્નર પટેલ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ મનોજ પટેલ, મહામંત્રી રાઘવ દવે, અર્થ ત્રિવેદી, કપડવંજ ટાઉન પી.એસ.આઈ અજય તિવારી, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન પી.એસ.આઈ.ડી.કે.રાઠોડ, આતરસુંબા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કિંજલ ચૌધરી પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ તથા મોટી સંખ્યામાં યુવા ભાજપના યુવા ભાજપના યુવા ભાજપના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું.
સમગ્ર રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે યુવા મોરચાના પ્રમુખ મહામંત્રી સાથે વિજય યાદવ, અર્થ ત્રિવેદી, ધવલ સુતરીયા, પરમ સોની, અક્ષત, વૈદિક નિખિલ સહિત યુવા ભાજપએ ભારે જેહમત ઉઠાવી હતી.