૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને પરાજિત કરવા સુધી પટણામાં એકત્રિત થયેલા વિપક્ષો ઉપર જબ્બર પ્રહારો કરતા કેન્દ્રના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઇરાનીએ તે સર્વેની ભાજપને પરાજિત કરવાની શક્તિ સામે પ્રશ્ન ઉઠાવતા કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું અને કહ્યું, ‘છેવટે કોંગ્રેસે આ દ્વારા એટલું તો કબૂલ્યું કે તે નરેન્દ્ર મોદીને એકલા હાથે હરાવી શકે તેમ નથી.’
આ સાથે કોંગ્રેસે તેના શાસનકાળમાં ૧૯૭૫ની ‘કટોકટી’ લદાવી હતી તેની યાદ આપતા કહ્યું હતું કે, ‘હાસ્યાસ્પદ વાત તો તે છે કે, જેમને ૧૯૭૫ની કટોકટી દરમિયાન કોંગ્રેસે જ જેલમાં પૂર્યા હતા તે સર્વે અત્યારે કોંગ્રેસના જ છત્ર નીચે એકત્રિત થઈ રહ્યા છે.’
#WATCH | Political parties which never saw eye to eye came together today- this selfish alliance came wants to deprive India of economic development, says Union Minister BJP leader and Union Minister Smriti Irani on the Opposition meeting. pic.twitter.com/Oy2hbx5HwP
— ANI (@ANI) June 23, 2023
તેઓએ આગળ કહ્યું કે, જેઓ અત્યારે એકત્રિત થયા છે, તેઓ કટોકટી દરમિયાન લોકશાહીની થઈ રહેલી હત્યાના મૂક પ્રેક્ષકો બની રહ્યા હતા, અને આજે તેઓ મળી રહ્યા છે તે જ દર્શાવી આપે છે કે, તેઓ એક- એક કરીને તો નરેન્દ્ર મોદીને હરાવી શકે તેમ જ નથી.
આજે પટણામાં જ.દ. (યુ), કોંગ્રેસ, એન.સી.પી., ટી.એમ.સી., એએપી (આપ), સ.પા., નેશનલ કોન્ફરન્સ, ડાબેરીઓ અને ડીએમકે જેવા પક્ષોની એક બેઠક યોજાઈ હતી જેમાં ભાજપનો સામનો કરવા ‘એક સમાન ભૂમિકા’ રચવા વિષે ચર્ચા થઈ રહી હતી. તેવે સમયે ઇરાનીએ કહ્યું કે, ‘કોંગ્રેસે પોતે જ કબૂલ્યુ છે કે તે એકલે હાથેે મોદીને હરાવી શકે તેમ નથી. તેથી અન્ય પક્ષોના ટેકાની જરૂર છે.’
નીતિશકુમાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જેઓ એક કોંક્રીટ બ્રિજ પણ ટકી શકે તેવો રચી શકતા નથી તેઓ લોકશાહી માટે બ્રિજ બનાવવાની વાતો કરે છે.