મણિપુર છેલ્લા 53 દિવસથી હિંસાની ઝપેટમાં છે. આ દરમિયાન અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત લઈને પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે આજે સોમવારે મણિપુર મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ, નાણાં વિભાગ અને પેટ્રોલિયમના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી સાથેની બેઠકમાં મણિપુરની સ્થિતિ પર વિશદ ચર્ચા થઈ હતી.
PM દ્વારા મણિપુરમાં પેટ્રોલિયમ અને ગેસની કોઈ અછત ના સર્જાય તે માટે તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. વડા પ્રધાને શાંતિ પુનઃસ્થાપિત કરવા અને વર્તમાન પરિસ્થિતિ માટે ગૃહ પ્રધાન દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પણ અલગથી સમીક્ષા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે, છેલ્લા એક સપ્તાહમાં મણિપુર સંબંધિત ગતિવિધિઓ અંગે વડાપ્રધાન સાથે વિગતવાર માહિતીથી અવગત કરાવ્યાં હતા.
#WATCH | Prime Minister Narendra Modi chairs an important meeting, in Delhi
PM arrived in Delhi last night after concluding his US and Egypt state visits. pic.twitter.com/Gb4i6XicnR
— ANI (@ANI) June 26, 2023
સીએમ બિરેન સિંહે મણિપુરની સ્થિતિ અંગે માહિતી આપી હતી
અહીં મણિપુરના મુખ્યપ્રધાન એન.બિરેન સિંહનું કહેવું છે કે, રાજ્ય ખૂબ જ અરાજકતા ફેલાઈ જવા પામી છે. હિંસાની વર્તમાન સ્થિતિ શું છે તે ચોક્કસ કહી શકાય તેવી પણ સ્થિતિ નથી. એન બિરેન સિંહની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુર હિંસા પર સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેટલાક વિપક્ષી દળોએ કહ્યું કે સીએમને તાત્કાલિક અસરથી હટાવવા જોઈએ, જ્યારે કેટલાકે કહ્યું કે તમામ પક્ષોના પ્રતિનિધિમંડળ રચવું જોઈએ અને આ મંડળે હિસાગ્રસ્ત મણિપુરમાં જઈને અપિલ કરવી જોઈએ.
સીએમ બિરેન સિંહે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે રાજ્યમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી. શરૂઆતમાં હિંસા વધુ રાજકીય અને સંવેદનશીલ હતી, પરંતુ હવે શું થઈ રહ્યું છે તે કોઈ કહી શકતું નથી. ગૃહમંત્રીએ તેમની પાસેથી ચાલી રહેલી આગચંપી અને સરકારી મિલકતોને થયેલા નુકસાન અંગે પણ માહિતી મેળવી છે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने दिल्ली में एक महत्वपूर्ण बैठक की अध्यक्षता की।
प्रधानमंत्री अपनी अमेरिका और मिस्र की राजकीय यात्रा समाप्त करने के बाद कल रात दिल्ली पहुंचे।@narendramodi @PMOIndia #ModiInUSA #ModiInEgypt #ModiJiPrideOfIndia #Modi #ModiAllTheWay #ModiUSVisit2023 pic.twitter.com/VX6AswR1Xn
— One India News (@oneindianewscom) June 26, 2023
સીએમ બિરેન સિંહે અમિત શાહને રિપોર્ટ સોંપ્યો હતો
મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું કે મીટિંગમાં શાહે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના ઘર અને રાજ્ય મંત્રી સુશીલો મેતેઈના નિવાસસ્થાન પર હુમલો થયો હતો અને સુરક્ષા દળોની હિલચાલમાં અવરોધ જેવા મુદ્દા ઉઠાવ્યા. તેમણે ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર શક્ય તમામ પગલાં લેશે. મણિપુરના સીએમનું કહેવું છે કે, તેમણે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ અંગે ગૃહમંત્રીને રિપોર્ટ સોંપ્યો છે.