અમેરિકાથી આયાત થતા ચણા, કઠોળ અને સફરજન સહિતની આઠ પ્રોડક્ટ્સ પરની કસ્ટમ ડ્યૂટી ભારત હટાવવા જઈ રહ્યું છે. અમેરિકાએ કેટલાક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ડ્યુટી વધાર્યા બાદ ભારતે વર્ષ 2019 માં આ ચીજ ઉપર પર કસ્ટમ ડ્યુટી લાદી હતી . સૂત્રોએ આ માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાનબંને દેશો 6 વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વિવાદોને સમાપ્ત કરવા અને યુએસ ઉત્પાદનો પર પ્રતિશોધાત્મક ટેરિફ દૂર કરવા સંમત થયા હતા.
કસ્ટમ ડ્યુટી ક્યારે અને શા માટે લાદવામાં આવી હતી?
વર્ષ 2018 માં રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને યુએસએ સ્ટીલ ઉત્પાદનો પર 25 ટકા અને કેટલાક એલ્યુમિનિયમ ઉત્પાદનો પર 10 ટકા આયાત ડ્યુટી લાદવાનું નક્કી કર્યું હતું. તેના સામે ભારતે જૂન 2019માં અમેરિકાના 28 ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી લાદી હતી. ભારતે વધારાની ડ્યુટી રદ કરવાની સૂચના આપ્યા પછી યુએસ દ્વારા ઉત્પાદિત આ આઠ ઉત્પાદનો પરની ડ્યુટી વર્તમાન મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) દર પર પાછી આવશે એમ સૂત્રએ જણાવ્યું હતું. આ ટેક્સ 90 દિવસમાં સમાપ્ત થશે.
આ ઉત્પાદનો પરથી કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવશે
સૂત્રોએ જણાવ્યું હતું કે કરાર હેઠળ ભારતને ચણા (10 ટકા), કઠોળ (20 ટકા), તાજી અથવા સૂકી બદામ (7 રૂપિયા પ્રતિ કિલો), છીપવાળી બદામ (20 રૂપિયા પ્રતિ કિલો), અખરોટ (20 ટકા) તાજા સફરજન (રૂ. 20 પ્રતિ કિલો). 20 ટકા), બોરિક એસિડ (20 ટકા), અને મેડિકલ રીએજન્ટ (20 ટકા) નો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણયને આવકાર મળ્યો
અમેરિકી ધારાશાસ્ત્રીઓ અને ઉદ્યોગોએ આ ટેરિફને દૂર કરવા માટે ભારત સાથે કરારની જાહેરાતને આવકારી છે. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ગયા નાણાકીય વર્ષમાં, દ્વિપક્ષીય માલસામાનનો વેપાર નાણાકીય વર્ષ 2021-22માં $119.5 બિલિયનથી વધીને $128.8 બિલિયન થયો હતો. સફરજન માટે ભારત વોશિંગ્ટનનું બીજું નિકાસ બજાર છે.
ક્રૂડ ઓઇલ
WTI ક્રૂડ 0.63 ડોલર વધીને પ્રતિ બેરલ $69.16 પર વેચાઈ રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ 0.70 ડોલરના વધારા સાથે $74.55 પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે.
સોના ચાંદીના ભાવ
MCX GOLD : 58300.00 +104.00 (0.18%)
MCX SILVER : 68085.00 -223.00 (-0.33%)
દિલ્હીમાં સોનાના ભાવમાં એક મહિનામાં લગભગ 6 ટકાનો ઘટાડો થયો છે. 24મી મેના રોજ સોનાનો ભાવ રૂ.62,720ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.