નાણા મંત્રાલયે કહ્યુ કે પ્રતિ વ્યક્તિ 7 લાખ રૂપિયા સુધી વાર્ષિક LRS હેઠળ વિદેશી ટૂર પેકેજ પર ખર્ચની ચૂકવણી કોઈ પણ પ્રકારે કરી હોય તેની પર કોઈ TCS આપવુ પડશે નહીં. જોકે, 7 લાખથી વધુના રેમિટેન્સ પર વધુ TCS લાગુ થશે. ક્રેડિટ કાર્ડના ઉપયોગથી વિદેશી રેમિટેન્સ પર કોઈ TCS લાગશે નહીં.
નાણા મંત્રાલયે 1 જુલાઈથી લાગુ થતા TCS નિયમને વધારી દીધા છે. હવે વધેલુ TCS ત્રણ મહિના આગળ વધારી દેવાયુ છે. લોકોને 7 લાખથી વધુના વિદેશી ખર્ચ પર 1 ઓક્ટોબરથી TCS આપવુ પડશે. નવા TCS દર 1 ઓક્ટોબરથી લાગુ થશે.
ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કરવા પર મળશે છુટ
નાણા મંત્રાલયે માર્ચમાં એલાન કર્યુ હતુ કે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પણ LRS હેઠળ લાવવામાં આવશે પરંતુ હવે નાણા મંત્રાલયે પોતાના આ નિર્ણયને હોલ્ડ પર રાખ્યો છે. સરકારે આ નિયમમાં પરિવર્તન કરતા જણાવ્યુ કે વિદેશોમાં ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી લેણદેણ હવે LRS હેઠળ આવશે નહીં એટલે કે આ ખર્ચ પર કોઈ પણ ટેક્ટ એટ સોર્સ લાગશે નહીં. હવે એક ઓક્ટોબર 2023થી વિદેશોમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ TCS ફ્રી રહેશે.
3 મહિના બાદથી લાગુ થશે નવા TCS નિયમ
સરકાર વિદેશી ખર્ચ પર 1 જુલાઈથી LRS યોજના હેઠળ 20% TCS કાપવાની યોજના બનાવી રહી હતી પરંતુ હવે 7 લાખ સુધીનો વાર્ષિક વિદેશી રેમિટેન્સ TCS ફ્રી રહેશે. 1 જુલાઈથી લાગુ થતા આ નિયમને સરકારે 3 મહિના માટે વધારી દીધો છે. હવે નવા ટેક્સ દર 1 ઓક્ટોબરથી લાગુ થશે. સરકારે વિદેશમાં ફરતા લોકોને મોટી ભેટ આપતા આને 3 મહિના માટે વધાર્યો છે. 1 ઓક્ટોબરથી લોકોને વિદેશી ખર્ચ પર 5%ના બદલે 20% TCS આપવો પડશે.
સરકારે ટેક્સ લિમિટ ઘટાડવાની માંગને ઠુકરાવી
સરકારે લોકોની TCS રેટમાં ઘટાડાની માગને ઠુકરાવી દીધી છે. સરકારે કહ્યુ કે ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશોમાં ગમે તેટલા રૂપિયામાં ટ્રાન્ઝેક્શન પર કોઈ ટીસીએસ રેટમાં કોઈ ઘટાડો થશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યુ છે કે વિદેશી ટૂર પેકેજ સહિત વિદેશોમાં રૂપિયા મોકલવા માટે 20 ટકા ટીસીએસ કાપવામાં આવશે. આ નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયને લાગુ કરવા પાછળ નાણા મંત્રાલયે કહ્યુ કે ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી વિદેશમાં કરવામાં આવતો ખર્ચ ભારતીય રિઝર્વ બેન્કના LRS (Liberalised Remittance Scheme) હેઠળ લાવવા માટે કરવામાં આવ્યો છે. ફેમા કાયદામાં પરિવર્તનનો હેતુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી મોકલવામાં આવતી રકમના ટેક્સ સાથે જોડાયેલા પાસાઓમાં સમાનતા લાવવાનો છે.