ગુજરાત હાઈકોર્ટે મુંબઈ સ્થિત સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી કમાવી દીધી છે તિસ્તા સેતલવાડની જાીન અરજી ફગાવતા જ કોર્ટે તુરંત આત્મસમર્પણ કરવાના આદેશ આપ્યા છે. મુંબઇના સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ પર 2002 ગુજરાત રમખાણ સાથે જોડાયેલા પુરાવા બનાવવાનો આરોપ છે. તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ગોધરાકાંડ બાદ થયેલા કોમી તોફ઼ાન કેસમાં સરકારને બદનામ કરવા મુદ્દે નોંધાઇ છે ફરિયાદ.
ગુજરાત હાઇકોર્ટથી તીસ્તા સેતલવાડને રાહત ન મળી
સેશન્સ કોર્ટમાં ચાલતા કેસમાં સહકાર આપવા કોર્ટનો આદેશ આગામી ચાર્જફ્રેમની મુદતમાં ફરજીયાત કોર્ટમાં હાજર રહેવા હાઇકોર્ટનો આદેશ. કેસ સુનાવણીમાં વિલંબ ન કરવા હાઇકોર્ટનો સેશન્સ કોર્ટને નિર્દેશ કોર્ટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાના આદેશ પર સ્ટે મૂકવાની તેના વકીલની વિનંતીને પણ ફગાવી દીધી હતી. જો કે જસ્ટિસ નિર્જર દેસાઇના ચુકાદાને પગલે વરિષ્ઠ એડવોકેટ મિહિર ઠાકોરે કોર્ટને 30 દિવસના સમયગાળા માટે ચુકાદાના અમલ પર રોક લગાવવા વિનંતી કરી હતી. જસ્ટિસ દેસાઇએ આ વિનંતીને કગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2022માં તેમને વચગાળાના જામીન આપ્યા.
તિસ્તા સેતલવાડ પર શું છે આરોપ?
સામાજીક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ પર 2002ના ગુજરાત રમખાણો સાથે સંબંધિત કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવાઓ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સેતલવાડા સામે આઇપીસી કલમ 468 (છેતરપિંડી કરવાના ઈરાદા સાથે ચેડા) અને કલમ 194 (બનાવટી પુરાવા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તિસ્તા સેતલવાડ પર વિદેશથી નાણાંની ગેરરીતિ અને છેતરપિંડીનો પણ આરોપ છે.
સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે 25 જુન 2022માં મુંબઈથી અટકાયત કરી હતી અને બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી. તિસ્તા સહિત રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર અને બરતરફ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે પણ ગુજરાત પોલીસ દ્વારા નિર્દોષોને કાંસીની સજા થાય તેવા કેસમાં ફસાવવાના’ આરોપસર ફરિયાદ દાખલ કરાઈ હતી.