કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના સુત્રોને બાતમી મળી હતી કે એક લોડીંગ રીક્ષામાં ગુટખા બનાવવાના મશીન સાથે આવે છે.જે બાતમીના આધારે પોલીસ અત્રેના નદી દરવાજા સાથે વોચ રાખી અને કુલ -૪ ઈસમોને ઝડપી પાડ્યા હતાં.
બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ ટાઉન પી.આઈ. પી.એસ.બરંડાએ આપેલ સુચનાનુસાર સર્વેલન્સના સ્ક્વોડના કીરીટકુમારને બાતમી મળી હતી કે આતરસુંબા રોડ ઉપરથી નકલી ગુટખા બનાવવાના મશીન સાથે લોડીંગ રીક્ષામાં આવી રહી છે. જે બાતમીના આધારે સર્વેલન્સના સ્ક્વોડની ટીમ વોચમાં હતી. તે દરમ્યાન લોડીંગ રીક્ષા નં.જી જે ૨૭ વાય ૬૮૪૩ માં બેઠેલા ચાર ઈસમોની પુછપરછ કરતા અજીત ઉર્ફે મુન્નો નટવરભાઈ ચુનારા રહે.ચુનારાવાસ, અમદાવાદ, મોહસીન રઝાકભાઈ વાળા રહે. શાહઆલમ નગર, અમદાવાદ, અબ્દુલ રહેમાન મહંમદસફી છીપા રહે. છીપા સોસાયટી , દાણીલીમડા , અમદાવાદ તથા વિનોદ સામજીભાઈ પરમાર રહે.ચોર્યાસી ચાલી, ગીતામંદિર, અમદાવાદનાઓનું જણાવ્યું હતું. તેમની પાસેથી પાન મસાલા પેકીંગ બનાવવાનું એસેમ્બલ મશીન કિ.રૂ .૬૦,૦૦૦, મોબાઈલ નંગ -૨ કિ.રૂ .૮૦૦૦, લોડીંગ રીક્ષા કિ.રૂ .૮૦,૦૦૦ તથા અંગ જડતીમાંથી મળી આવેલ રકમ રૂ. ૧૪૭૦ મળી કુલ રૂ .૧,૪૯,૪૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.