આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાપી જિલ્લાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જમા કરાવવા બાબત માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
તાપી જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો જેવા કે ગ્રાન્ટેડ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વિવિધ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ, આઈ.ટી.આઈ, નર્સિંગ કોલેજ ડિપ્લોમા કોલેજોમાં અભ્યાસ કરતા અંદાજે 7000 થી વધુ વિદ્યાર્થીઓની વર્ષ 2022- 2023 ના વર્ષની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આજ દિન સુધી જમાં થયેલ નથી.
તાપી જિલ્લો આદીવાસી વિસ્તાર હોય અહી ગરીબ વર્ગ ના વિધાર્થીઓ દુર દુર ગામે થી અભ્યાસ કરવા માટે આશ્રમશાળા અને હોસ્ટેલમાં રહી ને અભ્યાસ કરતા હોય છે. જેથી વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં તકલીફ ની પડે અને અભ્યાસ સારી રીતે કરી શકે એ માટે સરકાર દ્વારા જલ્દી થી જલ્દી વિધાર્થીઓ ની શિષ્યવૃત્તિ જમા થાય એવી માંગણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.
જો સરકાર દ્વારા જલ્દીથી શિષ્યવૃતિ જમા નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
ABVP તાપી જિલ્લા સંયોજક હિરેન ચૌધરી, પ્રદેશ કારોબારી સભ્ય પ્રશાંત સિરસાટ,જીલ્લા વિસ્તારક આશિષ જુઆ, વ્યારા નગર મંત્રી આશિષ ગામીત, સહમંત્રી ધર્મિષ્ઠાબેન ગામીત, સહમંત્રી નૈતિક ગામીત, અવિનાશ જાદવ,મિતુલ ગામીત સહિત મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.