ગુરુપૂર્ણિમા મહા મહોત્સવની ઓડ નગર ખાતે વિવિધ મંદિરો આશ્રમો અને શાળાઓમા ગુરુના ચરણોમાં વંદન કરી ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે રણછોડરાય મંદિરમા શ્રી જાનકીદાસ મહારાજ ગાદીના પરમ પૂજ્ય નવલ કિશોર મહારાજે શિષ્યોને અને ભક્તજનોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે જો કોઈ શ્રેષ્ઠ માર્ગ બતાવે તે સાચો ગુરુ છે. ગુરુ પાસે જ્ઞાન સત્ય, પ્રેમ, કરુણા, સિવાય બીજું કાંઈ ન હોય, માટે હૃદયને નિર્મળ રાખો ગુરુ આપોઆપ મળી જશે. ભગવાનના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને તેમના ડગલે પગલે બતાવેલા માર્ગને અનુસરશો તો સાચે જ એ ગુરુની સેવા એ શ્રેષ્ઠ સેવા ગણાશે.
વહેલી સવારથી વિવિધ મંદિરો ખાતે તેમજ આશ્રમોમાં અને નગરની વિવિધ શાળાઓમાં આજના પવિત્ર તહેવાર ગુરુપૂર્ણિમાના રોજ ગુરુ વંદન કરવા ભક્તજનોની ચહલપહલ જોવા મળી હતી. પોતાના ગુરુ વંદના કરવા માટે લાંબી કતારો સ્વયંભૂ ઉભા રહ્યા હતા. ગુરુજીના ચરણસ્પર્શ દંડવત પ્રણામ કરીને ભાવવિભોર બની ધન્યતા અનુભવતા હતા. આ પ્રસંગે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ગુરુજીના શુભ આશીર્વાદ ભક્તજનોએ પ્રદાન કર્યા હતા સાથે મહાપ્રસાદ ભક્તોએ ગ્રહણ કર્યો મંદિરોના ટ્ર્રસ્ટીઓ તથા ભક્તો દ્વારા સુંદર આયોજન થયું.
રિપોર્ટ-ભાવેશ સોની (આણંદ)