PM મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રગીત સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના 2 દિવસના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે UAE પહોંચી ગયા છે. અહીં અબુ ધાબીમાં તેમણે UAEના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ જાયદ નાહયાને તેમનું સ્વાગત કર્યું હતુ. UAEમાં તેમના સ્વાગત માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.
WATCH | Dubai's Burj Khalifa displayed the colours of the Indian national flag yesterday ahead of PM Modi's official visit to the country pic.twitter.com/xQ9e7cJ6uH
— ANI (@ANI) July 15, 2023
સ્વાગત માટે ખાસ તૈયારી કરાઇ
દુબઇમાં બનેલી વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા અને દુબઈની ફ્રેમ પર ત્રિરંગા અને પીએમ મોદીની તસવીર સાથે ‘વેલકમ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી’ લખવામાં આવ્યું હતું. જે એક ઐતિહાસિક ક્ષણ હતી.
बुर्ज खलीफा पर तिरंगे के साथ प्रदर्शित की गई प्रधानमंत्री मोदी की तस्वीर
PM अपनी आधिकारिक द्विपक्षीय यात्रा पर UAE पहुंच चुके हैं। #PMModiUAEVisit #BurjKhalifa #Tiranga @narendramodi @PMOIndia pic.twitter.com/38bMB0MlE0
— One India News (@oneindianewscom) July 15, 2023
સોશિયલ મીડિયા પર બુર્જ ખલીફાના આ ફોટા અને વીડિયો વાયરલ થઈ રહી છે. ઘણા ટ્વિટર યુઝર્સ પણ આ પગલા માટે UAE નો આભાર માની રહ્યા છે. મહત્વનું છેકે, વડાપ્રધાન બન્યા બાદ મોદીની યુએઈની આ 5મી મુલાકાત છે. 2019 માં, પીએમ મોદીને UAE દ્વારા તેના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.