સહારા ઈન્ડિયામાં ફસાયેલા કરોડો રોકાણકારો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજ રોજ સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે. હવે સહારાના રોકાણકારો તેમના નાણાંનો દાવો કરી શકશે અને તેની સાથે રિફંડની પ્રક્રિયા શરૂ થશે. પોર્ટલ લોન્ચ કરતા અમિત શાહે કહ્યું કે, પોર્ટલ પર અરજી કર્યાના 45 દિવસમાં લગભગ 1 કરોડ લોકોને તેમના પૈસા પરત મળી જશે.
सहारा की सहकारी समितियों में जिन लोगों के रुपये कई सालों से डूबे हुए थे, उसे लौटाने की प्रक्रिया शुरू कर दी गई है। “सहारा रिफंड पोर्टल” के शुभारंभ कार्यक्रम से लाइव… https://t.co/TBmAukHaio
— Amit Shah (@AmitShah) July 18, 2023
10 કરોડ રોકાણકારોને નાણાં પરત કરવા સરકારે અગાઉ જાહેરાત કરી હતી
અગાઉ સરકારે 29 માર્ચે કહ્યું હતું કે, સહારા જૂથની ચાર સહકારી મંડળીઓના લગભગ 10 કરોડ રોકાણકારોને નવ મહિનાની અંદર નાણાં પરત કરવામાં આવશે. સહારા-સેબી રિફંડ એકાઉન્ટમાંથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝને 5,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું
સહકાર મંત્રી અમિત શાહે સહારા જૂથની ચાર સહકારી મંડળીઓના સાચા થાપણદારોના માન્ય દાવા કરવા માટે સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું છે. આ સહકારી મંડળીઓના નામ સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ છે. સહારા જૂથની આ સહકારી મંડળીઓમાં નાણાં જમા કરાવનારા રોકાણકારોને રાહત આપવા માટે સહકાર મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ સર્વોચ્ચ અદાલતે તેમના દાવાઓના સમાધાન માટે CRCSને 5,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.