માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે વેબ સિરીઝ ક્રિએટર્સ ને મોટી ભેટ આપી હતી. અનુરાગ ઠાકુરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં નવી શ્રેણી ‘શ્રેષ્ઠ વેબ સિરીઝ’ એવોર્ડની જાહેરાત કરી હતી.
Delighted to announce the BEST WEB SERIES AWARD @IFFIGoa to be presented to an exceptional web series for its artistic merit, storytelling excellence, technical prowess and overall impact.
India is filled with exceptional talent; I encourage you to tell the story of a rising and… pic.twitter.com/aOBdIwKmHa
— Anurag Thakur (@ianuragthakur) July 18, 2023
પોસ્ટ શેર કરી આપી માહિતી
પોસ્ટ શેર કરતા, તેમણે લખ્યું, “એક અસાધારણ વેબ સિરીઝને તેની કલાત્મક યોગ્યતા, વાર્તા કહેવાની શ્રેષ્ઠતા, ટેક્નિકલ સ્કિલ્સ અને એકંદર પ્રભાવ માટે @IFFIGoa શ્રેષ્ઠ વેબ સિરીઝ પુરસ્કારની જાહેરાત કરતાં આનંદ થયો. ભારત અસાધારણ પ્રતિભાથી ભરેલું છે. હું તમને ઉભરતા અને મહત્વાકાંક્ષી નવા ભારતની કહાની બતાવવા માટે પ્રોત્સાહિત કરું છું, જે અબજો સપનાઓ અને અબજો અકથિત વાર્તાઓ સાથે વિશ્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે આપવામાં આવશે એવોર્ડ
તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે આ પુરસ્કાર “ઓટીટી પ્લેટફોર્મ પરની મૂળ વેબ સિરીઝને આપવામાં આવશે, જે મૂળ રીતે ભારતીય ભાષામાં શૂટ કરવામાં આવી છે અને ઉપલબ્ધ છે.” આ એવોર્ડનો ઉદ્દેશ્ય ભારતના OTT ક્ષેત્રમાં રોકાણની તકોને પ્રોત્સાહિત કરવાનો અને સર્જન કરવાનો છે, જેથી OTT ઉદ્યોગના વિકાસ અને નવીનતાને વેગ મળે. આ એવોર્ડ આ વર્ષથી શરૂ થતા ભારતના 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે આપવામાં આવશે.