૮ જેટલી લૉ કૉલેજો ની પ્રવેશ પ્રક્રિયા રોકવાથી ધણા વિધાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલ , ત્વરિત પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે : ABVP
ગુજરાત સરકાર દ્વારા હાલમાં તા-૧૦/૦૭/૨૦૨૩ ના ઠરાવ મુજબ જે TET-1-2, TAT-1 પાસ ઉમેદવાર ની ભરતી જ્ઞાન સહાયક 11 માસ ના કરાર આધારિત કરવાં જઇ રહ્યું છે. જેને લઈને ઉમેદવારોને ને પોતાની કારકિર્દી ઘડવામાં મોટી ખોટ પડી શકે છે. માટે વિધાર્થી પરિષદ દ્વારા ગુજરાતના દરેક જીલ્લા કેન્દ્રો પર કલેકટર શ્રી ને આવેદન આપી ને સરકાર ને માંગ કરવામાં આવી છે જેમા TET 1-2 , TAT 1 મા પાસ ઉમેદવારો ને ૧૧ માસ ના કરાર આધારિત ભરતી ની જગ્યા એ કાયમી ભરતી કરવામાં આવે. જો કરાર આધારિત ભરતી થઈ શક્તી હોય તો કાયમી કેમ ન થઈ શકે? આથી વિધાર્થી પરિષદ દ્વારા ત્વરિત આ ઉમેદવારો માટે કાયમી ભરતી માટે ની ધોષણા સરકાર કરે તેવી માંગ કરવામાં આવી છે.
સાથે જ ગુજરાત ની ૮ જેટલી ગ્રાન્ટ ઇન એડ લૉ કોલેજ ની પ્રવેશ પ્રક્રિયા પણ સ્થગિત કરવામાં આવેલ છે. જેનુ કારણ બાર કાઉન્સિલ ના નિયમ અનુસાર કેટલીક ખામી ઓ જેવી કે વિધાર્થી અને શિક્ષકો વચ્ચે નો ચોક્કસ રેશીયો અને કેટલીક અસુવિધાઓ કે જે સરકાર દ્વારા પરિપૂર્ણ કરવાની હોય છે. જેમા સરકાર આ બાર કાઉન્સિલ ના નિયમો પરિપૂર્ણ કરવામા નિષ્ફળ સાબિત થઇ છે. જેને લીધે પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.
આમ ધણા વિધાર્થીઓ પોતાની પસંદગી ની કોલેજો મા પ્રવેશ લેવાથી વંચિત રહી જતા હોય છે. આથી આ તમામ કોલેજો મા પણ વિધાર્થી હિત ને ધ્યાન મા રાખી ત્વરિત ધોરણે સરકાર દ્વારા જરૂરી પગલાં લઈ શિક્ષકોની ભરતી જરૂરી બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી અને બાર કાઉન્સિલના તમામ નિયમો પરિપૂર્ણ કરી, ફરી આ તમામ ગ્રાંટ ઈન એડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તેવી માંગ વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવે છે કે, ” TET , TAT ના લાયકાત ધરાવતા ઉમેદવારો ને સરકાર જ્ઞાન સહાયક ભરતી હેઠળ ૧૧ માસ ના કરાર સાથે ભરતી આપવી તે ઉમેદવારો ના ભાવિ ની ચિંતા ઉત્પન્ન કરે છે. આથી તેમને કાયમી ભરતી આપવી જ યોગ્ય અને ન્યાયિક પગલુ કહેવાશે. સાથે જ આઠ જેટલી ગ્રાન્ટ ઇન એઈડ લૉ કોલેજો ની પ્રવેશ પ્રક્રિયા સ્થગિત થવાનુ કારણ પણ ગ્રાન્ટ ઇન એડ કોલેજોની શિક્ષકોની તેમજ બિન શૈક્ષણિક કર્મચારી ની અપુરતી જેવી અસુવિધા ને લીધે પ્રવેશ પ્રક્રિયા સ્થગિત થઈ છે. આથી સામાન્ય વિધાર્થી ઓને તકલીફો નો સામનો કરવો પડતો હોય છે. વિધાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાત ના જિલ્લા કેન્દ્ર પર કલેકટર કચેરીએ આ વિષયમા ત્વરિત સુખદ સમાધાન માટે કલેક્ટરશ્રી દ્વારા શિક્ષણ મંત્રીશ્રી ને માંગ કરવામાં આવી છે.”