અમદાવાદમાં કુખ્યાત નબીરાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર મોડી રાતે થયેલા અકસ્માતમાં ગોતાના કુખ્યાત શખ્સના નબીરાએ અકસ્માત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. કાર અને ડમ્પર વચ્ચેના અકસ્માત જોવા ઉભેલા ટોળાને જેગુઆરે અડફેટે લીધા હતા. 160ની સ્પીડે જેગુઆર કાર ચલાવીને આવેલા વ્યક્તિએ 9 લોકોના ભોગ લીધા છે.
अहमदाबाद में रफ़्तार ने ली 9 लोगों की जान SG HIGHWAY पर देर रात बहुत बड़ा हादसा
अहमदाबाद के SG HIGHWAY पर बने इस्कॉन ब्रिज पर ये दुर्घटना हुई है जिसमे एक जैगुआर गाडी ने ब्रिज पर खड़े लोगों को रोंध डाला … जिसमे 9 लोगों की मौके पर ही मौत हो गयी (जिनमे एक पुलिस कॉन्स्टेबल और और… pic.twitter.com/eWfVyrz3Ep
— One India News (@oneindianewscom) July 20, 2023
કોણ છે કાર ચલાવનાર તથ્ય પટેલના પિતા
મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામુહિક દુષ્કર્મનો આરોપી છે. રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા, જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીએ પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ નવેમ્બર 2020ના રોજ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 6 લોકોની અટકાયત,
આરોપી તથ્યના પિતા સહિત 6 લોકોની અટકાયત,
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ, કારમાં સવાર 3 યુવતીની પણ અટકાયત#AhmedabadNews #Ahmedabad #Accident #tathyapatel #pragneshpatel #Isconbridge #AhmedabadAccident #WhatsApp #live #sghighway pic.twitter.com/RSYNn3NZCa
— One India News (@oneindianewscom) July 20, 2023
અમદાવાદમાં મોડી રાતે ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો છે અને સાથે આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. SUV – ડમ્પર વચ્ચે ટક્કર બાદ જેગુઆર ધડાકાભેર ટકરાઈ હતી. 160 કિમીની સ્પિડે આવી રહેલી જેગુઆરે અકસ્માત જોવા ઉભેલા 9 લોકોનો જીવ લીધો છે. તેમજ અકસ્માત સમયે કારમાં બે યુવક અને યુવતી સવાર હતા. ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ કહ્યું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 20, 2023
જેગુઆર કાર નંબર GJ 1WK 93થી આ અકસ્માત થયો
2 પોલીસકર્મી સહિત 9 લોકોના મોત થયા છે. તેમજ 15થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ઈજાગ્રસ્તો સોલા સિવિલમાં સારવાર હેઠળ છે. તથા બંને કાર સ્પિડમાં હોવાથી અકસ્માત થયાનું અનુમાન છે. કુખ્યાત આરોપી પ્રજ્ઞેશ પટેલના દિકરાએ અકસ્માત સર્જ્યો છે. પ્રજ્ઞેશ પટેલના દિકરા તથ્યની કારથી અકસ્માતમાં 9ના મોત થયા છે. મૃતકો સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે. જેગુઆર કાર નંબર GJ 1WK 93થી આ અકસ્માત થયો છે.
Ahmdabad hit & Run का लाइव फुटेज …
काउंटर नम्बर 51 से (सेकंड 51 पर)देखिये कैसे ये जैगुआर कार ओवर स्पीड करते हुए लोगों
को रोंधती हुई निकलती है
ये वीडियो एक बाइकर के 360 डिग्री कैमरा में कैद हो गया .. हादसे के वक्त ये बाइकर इस्कॉन ब्रिज से गुजर रहा था#Ahmedabad #hitandrun… pic.twitter.com/ymvXfv7ow5
— One India News (@oneindianewscom) July 20, 2023
ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા
શહેરના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. મોડી રાતે બનેલા આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર ચોંકાવનારો બનાવ બન્યો હતો. પરંતુ તેનાથી ગંભીર ઘટના ત્યારબાદ બની હતી જ્યારે લોકો અકસ્માત જોઈ રહ્યા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
ઇસ્કોન બ્રિજની પનોતી બેઠી: 9 વ્યક્તિઓનો ભોગ લેનાર અકસ્માતના સ્થળના થોડા જ અંતરે એક સાથે ચાર ગાડીઓ અથડાઈ…
#ahmedabad #accident #isckonbridgeaccidnet #police #RoadAccident pic.twitter.com/1AZShQIL3w
— One India News (@oneindianewscom) July 20, 2023
મૃતકોના નામ આ પ્રમાણે છે
- ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
- અમન કચ્છી – સુરેન્દ્રનગર
- અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગર
- નિરવ – ચાંદલોડિયા
- અક્ષય ચાવડા – બોટાદ
- રોનક વિહલપરા – બોટાદ
- કૃણાલ કોડિયા – બોટાદ
- નિલેશ ખટીક – હોમગાર્ડ, બોડકદેવ
- એકની ઓળખ નથી થઈ