અમદાવાદ ઇસ્કોમબ્રિજ મામલે મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અને ગાડીમાં રહેલી 3 યુવતીઓ સહિત 6 લોકો પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે. આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી તથ્ય પહેલ હાલ સારવાર હેઠળ છે.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 6 લોકોની અટકાયત,
આરોપી તથ્યના પિતા સહિત 6 લોકોની અટકાયત,
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ, કારમાં સવાર 3 યુવતીની પણ અટકાયત#AhmedabadNews #Ahmedabad #Accident #tathyapatel #pragneshpatel #Isconbridge #AhmedabadAccident #WhatsApp #live #sghighway pic.twitter.com/RSYNn3NZCa
— One India News (@oneindianewscom) July 20, 2023
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 12 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. તમામ લોકોની પોલીસે અટકાયત કરીને પોલીસ પુછપરછ કરશે. જેમાં સમગ્ર મામલે તપાસ બાદ સામે આવશે.
શહેરના ઇસ્કોનબ્રિજ પર ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ગાડી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. અકસ્માત બાદ પોલીસે તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આસપાસ લોકો પણ એકત્ર થઇ ગયા હતા. દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પુર ઝડપે આવતી લક્ઝુરિયસ ગાડી અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. ત્યારે પુરઝડપે આવી રહેલા ગાડી ચાલકે આખા ટોળાને અડફેટે લેતા 9 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 12 થી વધારે લોકો ઘાયલ છે. નબીરો ગોતાના કુખ્યાત બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.