ગોવા ખાતે G20 ઉર્જા મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ડેવલપમેન્ટ અને એનર્જી ટ્રાન્ઝિશનના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કરેલ સંબોધનમાં કહ્યું હતું કે, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે, તેમ છતાં અમે અમારી આબોહવા પ્રતિબદ્ધતાઓ પર મજબૂત પ્રગતિ કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ.
My remarks at the G20 Energy Ministers' Meeting. https://t.co/jDDzummP4Z
— Narendra Modi (@narendramodi) July 22, 2023
2030 સુધીમાં 50% બિન-અશ્મિભૂત બળતણથી ઉર્જા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક
તેમણે કહ્યું, અમે બિન-અશ્મિભૂત દ્વારા વીજળી ઉત્પન્ન કરવાના લક્ષ્યાંકને ટાર્ગેટ વર્ષના 9 વર્ષ પહેલા જ હાંસલ કર્યું હતું. ત્યારબાદ અમે આ લક્ષ્યાંકને વધુ વિસ્તૃત કરી અમારું લક્ષ્યાંક વધારી 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની યોજના બનાવીએ છે. ભારત સૌર અને પવન ઊર્જામાં વૈશ્વિક દેશમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.
20% ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનું રોલઆઉટ શરૂ
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે આ વર્ષે 20% ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનું રોલઆઉટ શરૂ કર્યું છે, અમારું લક્ષ્ય 2025 સુધીમાં સમગ્ર દેશને આવરી લેવાનું છે. અમારે ટેક્નોલોજી ગેપને દૂર કરવા, ઉર્જા સુરક્ષા વધારવા અને સપ્લાય ચેઇનને વૈવિધ્યીકરણ કરવાના માર્ગો શોધવાની જરૂર છે અને તે લક્ષ્યાંકને હાંસલ કરવામાં અમે અત્યારે કામ કરી રહ્યા છીએ.