ગત તારીખ 20 જુલાઈ 2023 ના રોજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જીએમઈઆર સોસાયટી ની સહી વાળા પરિપત્ર થકી વર્ષ 2023-24 માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા મા આવેલ. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ૨૦/ ૭/૨૩ ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ જેમાં રાજ્ય ની 13 GMERS મેડિકલ કોલેજ ની ફી મા વધારો કરવામાં આવ્યો છે. જેમા ફી સરકારી કોટા માં 3.30 લાખ થી વધી ને 5.50 લાખ મેનેજમેન્ટ કોટા માં 9 લાખ થી 17 લાખ જેટલો ધરખમ વધારો કરવામાં આવેલ છે.
સરકાર દ્વારા GMERS થકી વિદ્યાર્થી ને શુલભ શિક્ષણ ઉપલબ્ધ કરવા રચના કરવામાં આવેલ હતી. જેથી દરેક વિદ્યાર્થી કે જે તબીબી ક્ષેત્રમાં જવા ઇચ્છુક હોય, તેને એક સહૂલ્યત મળી રહે. અને પોતાનું જીવન તબીબી ક્ષેત્રમાં સેવા આપવા માટે તત્પર હોય છે. ત્યારે વિદ્યાર્થીઓના આવા સપનાઓ ને છુંદી નાખવાનું કામ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિ વધારા ને લીધે કેટલાય સામાન્ય વર્ગ ના વિધાર્થી માટે તબીબી ક્ષેત્રમાં કાર્ય કરવું એ ફક્ત મન ની એક કલ્પના બની ને અટકી જશે .
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બધા જ ૧૩ GMERS કોલેજો મા ફી ઘટાડાને લઈને માંગ કરી છે. અને સાથે જ GMERS કોલેજોમાં તબીબી સ્નાતક માં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ ના ફીમાં કરેલ વધારો 7 દિવસમાં પાછો ખેંચી વિદ્યાર્થી હિત મા નિર્ણય કરવામાં આવે. જો વિદ્યાર્થી હિત મા નિર્ણય ન આવે તો અભાવિપ ઉગ્ર આંદોલન પણ કરશે.
ગુજરાત પ્રદેશ મંત્રી કુ. યુતી બેન ગજરે જણાવે છે કે , “GMERS કોલેજો મા સરકારી કોટ મા 66.66 % નો વધારો અને મેનેજમેન્ટ ક્વોટા મા 88.88 % નો ફી વધારો વિધાર્થી ઓના ભાવિ માટે અવરોધ સમાન સાબિત થશે. ગુજરાત ની 13 GMERS જે જિલ્લાઓમાં આવેલ છે ત્યાં વિદ્યાર્થીઓ પાસે લગભગ બીજી કોઈ સરકારી તબીબી કોલેજો આવેલ નથી. મધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ આ GMERS કોલેજોના આધારે જ પોતાના ભાવિ તબીબી જગત મા પોતાનુ ભાવિ ઝંખતા હોય છે. પરંતુ આ કોલેજોમાં એક પરિપત્ર માત્ર થી ફી માં આટલો વધારો કરવો એ વિદ્યાર્થીઓ ને અન્યાય કરતો નિર્ણય છે. આ પ્રકારના પ્રશાસન જ તેજસ્વી વિદ્યાર્થીઓ ને પોતા ના રાજ્ય,દેશ છોડી બીજા રાજ્ય,દેશ મા મેડિકલ ની શિક્ષા પ્રાપ્ત કરવા મજબૂર કરી રહીયા છો. માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા મજબૂત રીતે આ નિર્ણય પાછો ખેંચવા ની માંગ દરેક GMERS કોલેજોમાં કરવામાં આવી છે.