કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’નું શૂટિંગ આવતાં વર્ષે શરુ થશે. આવતાં વર્ષે ફેબ્રુઆરીથી શૂટિંગ શરુ કરી વર્ષના અંત ભાગ સુધીમાં તે રીલીઝ કરી દેવાશે.
હાલ કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ ‘ચંદુ ચંદુ ચેમ્પિયન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ તે ‘ભૂલ ભૂલૈયા ૩’નું શૂટિંગ શરૂ કરશે.
હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.
ફિલ્મના પહેલા ભાગમાં અક્ષય કુમારે કામ કર્યું હતું. બીજા ભાગમાં તેનો રોલ કાર્તિક આર્યને આંચકી લીધો હતો. બીજો ભાગ સર્જનાત્મક રીતે અત્યંત નબળો બન્યો હોવા છતાં કાર્તિક આર્યનનાં નસીબના કારણે અને તે વખતે બીજી ફિલ્મો પણ નબળી હોવાથી આ ફિલ્મ ચાલી ગઈ હતી. તેના કારણે કાર્તિક આર્યનના ભાવ ઊંચકાઈ ગયા હતા.