ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના પાઠ ભણ્યાં છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયાં.
ભારતીય જનતા પક્ષ માટે રાજનીતિમાં રાષ્ટ્ર પ્રથમ છે અને એક એક કાર્યકર્તા આ મૂલ્યોને સમર્પિત છે. ભાજપના સ્થાપના કાળથી આ મૂલ્યો અને તેની અમલવારી માટે ચૂંટાયેલાં હોદ્દેદારો કે અન્ય કાર્યકર્તાઓ સમર્પિત રહ્યાં છે, તેની સવિસ્તર માહિતી અને કાર્યપ્રણાલી સંદર્ભે પાલિતાણામાં કાર્યકર્તા મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં સ્થાનિકથી લઈ કેન્દ્રીય કક્ષાના ભાજપ મૂલ્યોના વિચારક વક્તા અગ્રણીઓ દ્વારા પાઠ ભણાવાયાં.
પાલિતાણામાં બુધવાર તા.૧થી રવિવાર તા.૫ દરમિયાન તબક્કાવાર જિલ્લાનાં ૧૬ મંડળનાં અપેક્ષિત કાર્યકર્તાઓ માટે નિવાસ સાથે આ વર્ગ યોજાઈ ગયાં.
ભારતીય જનતા પક્ષ દ્વારા કાર્યકર્તાઓ માટે મંડળ પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત પાલિતાણામાં યોજાયેલા આ વર્ગમાં જિલ્લાનાં કાર્યકર્તાઓ જોડાયાં હતાં. અહિંયા પાલિતાણા નગર અને તાલુકા સાથે જિલ્લા ભાજપ કાર્યકર્તાઓનું સફળ સંકલન રહ્યું.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel