જમ્મુ કાશ્મીરમાં સરહદ પરથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે ત્યારે મોડી રાત્રે BSFના જવાન દ્વારા વધુ એક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
Intruder shot dead by BSF along international border in J-K
Read @ANI Story | https://t.co/OA1rUSic6e#BSF #JammuandKashmir pic.twitter.com/TDJ7uqvRNt
— ANI Digital (@ani_digital) July 31, 2023
BSF દ્વાર રાત્રે ઓપરેશન પાર પાડવામાં આવ્યું
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક ઘૂસણખોરો ખોટી રીતે સરહદ પાર કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગઈકાલે આવો જ એક પ્રયાસ BSFના જવાને નિષ્ફળ કર્યો હતો અને એક ઘૂસણખોરને ઠાર કર્યો હતો. આ ઘૂસણખોરો અંધારાનો લાભ લઈને સરહદ પાર કરવાની કોશીશ કરે છે. ગઈકાલે અરનિયા સેક્ટરમાં રાત્રે 1.50 વાગ્યે સેનાના જવાન દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હાલ આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
અગાઉ પણ સેનાએ આતંકીઓને ઠાર કર્યા હતા
આ અગાઉ 24 જુલાઈના રોજ BSFએ ડ્રગ સ્મગલિંગના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સાંબાના રામગઢ વિસ્તારમાં એક શંકાસ્પદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 17 જુલાઈના રોજ પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય સેનાએ માછિલ સેક્ટરમાં પણ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ, ગ્રેનેડ, અનેક કારતુસ સહિત મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.