ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મસ્જિદ અંગે કહ્યું કે જો તેને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ વધી જશે. આ દરમિયાન સીએમ યોગીએ એવો સવાલ પણ ઉઠાવ્યો કે ત્રિશુલ ત્યાં શું કરી રહ્યું છે? હવે આ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જવાબ આપ્યો છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, સીએમ યોગી સાંપ્રદાયિકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ઓવૈસીએ યોગી આદિત્યનાથના આ નિવેદનને બંધારણના વિરુદ્ધ અને વિવાદાસ્પદ ગણાવ્યું છે.
મુસ્લિમ પક્ષ પર દબાણ કરી રહ્યા છે યોગી: ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ યોગી આદિત્યનાથના જ્ઞાનવાપી પરના નિવેદન અંગે જણાવ્યું કે, યોગીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તે બંધારણની વિરુદ્ધ છે. મુખ્યમંત્રીએ કાયદાનું પાલન કરવું જોઈએ તેઓ મુસ્લિમો પર દબાણ કરી રહ્યા છે. મુસ્લિમ પક્ષ આ મામલે હાઈકોર્ટમાં છે અને એક-બે દિવસમાં નિર્ણય આવવાનો છે. તેઓ સાંપ્રદાયિકતા ફેલાવી રહ્યા છે. જો તેમનું ચાલે તો તેઓ બુલડોઝર ચલાવી દેશે.
#WATCH | On UP CM Yogi Adityanath’s Gyanvapi statement, AIMIM MP Asaduddin Owaisi says "CM Yogi knows that the Muslim side has opposed ASI survey in Allahabad High Court and the judgement will be given in a few days, still he gave such a controversial statement, this is judicial… pic.twitter.com/IuBSqMHepv
— ANI (@ANI) July 31, 2023
આ દરમિયાન ઓવૈસીએ કહ્યું કે, તેમણે 1991ના એક્ટને સ્વીકારવો પડશે. આ તેમની એક ચાલ છે. સવાલ હિન્દુ અને મુસ્લિમનો નથી. સવાલ એ છે કે શું મુખ્યમંત્રી કાયદાનું પાલન કરશે કે નહીં? ઓવૈસીએ કહ્યું કે તમે 400 વર્ષ પાછળ જવા માંગો છો અથવા દેશને 100 વર્ષ આગળ લઈ જવા માંગો છો. આ નિર્ણય સીએમ યોગીએ લેવો પડશે. તેઓ ડાપ્રધાન બનવાનું સપનું પણ જોઈ રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે, તેઓ દેશને 400 વર્ષ પાછળ લઈ જવા માંગે છે.
ઓવૈસીએ પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેનો બધાએ અમલ કરવો પડશે. યુપીના મુખ્યમંત્રી કાયદાને નકારી ન શકે.
શું બોલ્યા હતા CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મસ્જિદનો ઉલ્લેખ કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. તેમણે તેને મુસ્લિમ પક્ષ તરફથી થયોલી એક ભૂલ ગણાવી છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્ઞાનવાપીની અંદર દેવી-દેવતાઓની મૂર્તિઓ છે જેને હિંદુઓએ તો રાખી નથી. અંતે જ્ઞાનવાપીની અંદર ત્રિશુલ શું કરી રહ્યું છે? તેમણે કહ્યું કે, મને લાગે છે કે ભગવાને જેને દ્રષ્ટિ આપી છે તેઓ જોઈ શકે છે. સરકાર આ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.