છેલ્લા બે વર્ષથી જર્મન સરકારની કસ્ટડીમાં રહેલી ગુજરાત મૂળની અરિહા શાહના કેસને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે અરિહા શાહ કેસમાં આ અઠવાડિયે જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેન સમન્સ પાઠવ્યું હતું અને તેને વેહેલી તકે ભારત પરત મોકલવા માટે કહ્યું છે.
MEA ના પ્રવક્તાએ કહ્યું- જલ્દીથી પરત લાવવામાં આવશે
MEA ના પ્રવક્તા અરિંદમ બાગચી કહ્યું કે, અમે આ મુદ્દાને ઉચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. અરિહા શાહને જર્મનીમાં પાલક સંભાળમાં મૂકવામાં આવી હોવાથી તેના સાંસ્કૃતિક અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અમે તેને ભારત પરત લાવવા કહ્યું છે. અમે આ અઠવાડિયે જર્મન રાજદૂતને સાથે વાત કરી અને તેમને ખાતરી કરવા કહ્યું હતું કે તેણી વહેલી તકે ભારત પરત મોકલવામાં આવે. અમે જર્મન અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું અને તેણીની ભારત પરત લાવવાનું દબાણ કરીશું.
#WATCH | MEA spokesperson Arindam Bagchi on baby Ariha Shah's case, "We are giving high priority to this case… We have called the German Ambassador this week regarding this. We've asked the German authorities to bring back the child at the earliest. We are in touch with the… pic.twitter.com/8A0rk3Stgz
— ANI (@ANI) August 3, 2023
અગાઉ કસ્ટડી માતા-પિતાને સોંપવાનો જર્મન કોર્ટનો ઈનકાર
મળતી માહિતી મુજબ બાળકીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્મનીની એક કોર્ટે તેની કસ્ટડી તેના માતા-પિતાને આપવાને બદલે જર્મન વેલ્ફર ઓફિસ હેઠળ રાખવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે તે માતા-પિતા બાળકીના ઈજાના કારણ અંગે સંતોષકારક જવાબ આપી શક્યા નથી. કોર્ટે વધુમાં કહ્યું કે એપ્રિલ 2021માં અરિહાને માથા અને પીઠમાં ઈજા થઈ હતી અને બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઈજા પહોંચી હતી. સંબંધીઓએ દાવો કર્યો હતો કે બાળકીને સ્નાન કરતી વખતે ઈજા થઈ હતી પરંતુ કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
અરિહાના પિતા ભાવેશ શાહ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમની પત્ની ધારા સાથે જર્મનીમાં રહે છે. જ્યારે અરિહા સાત મહિનાની હતી ત્યારે તેને રમતા રમતા ઈજાગ્રસ્ત થઈ જતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ આરોપ લગાવ્યો હતો કે બાળકીનું યૌન શોષણ થયું હતું અને ત્યારબાદ જર્મન સત્તાવાળાઓએ યુવતીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી હતી. ત્યારથી અરિહા જર્મન સરકારની કસ્ટડીમાં છે અને તેના માતા-પિતા તેની કસ્ટડી પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ધારા શાહે કોર્ટમાં આ અપીલ કરી
કોર્ટે અરિહાની કસ્ટડી સોંપવાનો ઈન્કાર કરતા અરિહાની માતા ધારા શાહે કોર્ટમાં અપીલ કરી કે તેમની દીકરીની કસ્ટડી ઈન્ડિયન વેલફેર સર્વિસને સોંપવામાં આવે. તેણે વધુમાં કહ્યું હતું કે અરિહા તેના રીતિ-રિવાજોથી પણ દૂર જઈ રહી છે. અમે જૈન સમાજના છીએ અમે નોન-વેજ નથી ખાતા વેલ્ફેર કેરમાં તેને નોન-વેજ ખવડાવામાં આવી રહ્યું છે.