છેલ્લા કેટલાય દિવસથી નૂહ હિંસાની આગમાં તાપી રહ્યું છે. નૂહ હિંસા પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તેની પાછળ મોટો ગેમ પ્લાન છે. લોકો હાથમાં લાકડીઓ લઈને મંદિરોની બાજુમાં આવેલી ટેકરીઓ પર ચઢી ગયા અને પ્રવેશના સ્થળોએ ભેગા થયા. આ બધું યોગ્ય આયોજન વિના શક્ય નથી.
#WATCH | On Nuh violence, Haryana Home Minister Anil Vij says "There is a big game plan behind this. People climbed hills next to the temples, had lathis in their hands and gathered at entry points, all this is not possible without a proper plan. Bullets were fire, some people… pic.twitter.com/kfioQKYXDd
— ANI (@ANI) August 5, 2023
આ મામલે ઉંડાણ સુધી તપાસ કરાશે- અનિલ વિજ
નૂહમાં થયેલી હિંસામાં ગોળીઓ ચલાવવામાં આવી હતી, આગ લગાડવામાં આવી હતી અને કેટલાક લોકોએ હથિયારોની પણ વ્યવસ્થા કરી હતી. શું તેઓને મફતમાં વહેંચવામાં આવી રહ્યા હતા? કોઈએ તો આ મામલે તેમને મદદ કરી હ હશે. હથિયારો ક્યાંથી આવ્યા? આ વાતની અમે ઊંડાણપૂર્વ તપાસ કરીશું. આ બધું એક યોજનાનો ભાગ છે. સંપૂર્ણ તપાસ કર્યા વિના, ટૂંક સમયમાં અમે નિષ્કર્ષ પર જઈશું નહીં. તેમણે કહ્યું કે, પરિસ્થિતિ સુધર્યા બાદ ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
કોંગ્રેસના મંત્રીઓ બેજવાબદારીભર્યા કામો કરે છે
અનિલ વિજને અશોક ગેહલોતના આરોપ વિશે પૂછવામાં આવ્યું હતું કે હરિયાણા પોલીસે ગૌરક્ષક મોનુ માનેસરની ધરપકડમાં સહકાર આપ્યો ન હતો, જે રાજસ્થાન પોલીસ એક કેસમાં વોન્ટેડ છે. વિજે કહ્યું કે, કોંગ્રેસના મુખ્યમંત્રીઓ બેજવાબદારીભર્યા નિવેદનો કરવા માટે જાણીતા છે અને તેઓ બધા બેજવાબદારીથી વાત કરે છે. વિજે વધુમાં કહ્યું કે, ગેહલોતે આવીને મોનુ માનેસરની ધરપકડ કરવી જોઈએ, અમે ક્યારેય કોઈને રોક્યા નથી. હરિયાણા પોલીસ ગુનેગારને પકડવા અન્ય રાજ્યોમાં પણ જાય છે, બધા સહકાર આપે, અમે પણ સહકાર આપીશું.
પોલીસે કર્યો અલગ દાવો
એક તરફ વિજ હિંસા પાછળનું ષડયંત્ર જણાવી રહ્યા છે, તો બીજી તરફ ગઈકાલે નૂહના એસપી નરેન્દ્ર બિજરનિયાએ કહ્યું કે, અત્યાર સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે હિંસાનો કોઈ માસ્ટરમાઈન્ડ હોય. એસપીએ કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે નાના સંગઠનો અને સોશિયલ મીડિયા પર લોકોને તાત્કાલિક એકઠા કરવા માટે કોલ આપવામાં આવ્યા હતા. આ લોકોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, નૂહ હિંસા કેસમાં અત્યાર સુધીમાં 55 FIR નોંધવામાં આવી છે અને 141 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.