દુનિયાભરમાં રહેતા રામ ભક્તો રામ મંદિરનું (Ram Mandir) નિર્માણ કાર્ય પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. આ તમામ રામ ભક્તો માટે અયોધ્યાથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજથી 171 દિવસ બાદ એટલે કે 5 મહિના બાદ ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. મળતી માહિતી અનુસાર, 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે 22 જાન્યુઆરી, 2024થી 24 જાન્યુઆરી,2024ની તારીખ નક્કી કરવામાં આવી છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડાપ્રધાન મોદીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટસ અનુસાર, વડાપ્રધાન મોદીના શેડયૂલ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠાના સમયમાં ફેરફાર પણ થઈ શકે છે. પ્રાણ પ્રતિષ્ઠા 21 થી 23 જાન્યુઆરી, 2024 વચ્ચે પણ યોજાઈ શકે છે.
રામ મંદિરનો નવો વીડિયો
श्री राम जन्मभूमि मंदिर के प्रथम तल पर चल रहा निर्माण कार्य। भव्य और दिव्य मंदिर का निर्माण कोटि-कोटि रामभक्तों के भागीरथ प्रयास और अनवरत संघर्ष की परिणीति है। pic.twitter.com/tM5YPvofeM
— Champat Rai (@ChampatRaiVHP) August 3, 2023
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર રામ મંદિરના નિર્માણ કાર્યનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભવ્ય રામ મંદિર આકાર લેતું જોવા મળે છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1 લાખ લોકોને જ હાજર રહેવાની તક મળશે. મળતી માહિતી અનુસાર, મંદિરના ગર્ભગૃહની આસપાસ લગભગ 70 એકડ ભૂમિમાં જ મહેમાનોને બેસાડવા માટેની જગ્યા હશે.
રામ મંદિર પરિસરમાં લગભગ 5 હજાર ખુરશીઓ લગાવવામાં આવશે. તે સિવાયવા લોકોને પણ મુખ્ય પરિસરથી દૂર રહીને ઉદ્દઘાટન કાર્યક્રમમાં શામેલ થવાની તક મળશે. ટ્રસ્ટ દ્વારા અનુમાન લગાડવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ માટે 5 લાખથી વધારે લોકો અયોધ્યા આવશે, પણ સીમિત ઉપલબ્ધતાને કારણે આ ભીડને સંભાળવી મુશ્કેલ બની શકે છે. આવનારા સમયમાં રામ મંદિરના સમારોહને લઈને અનેક માહિતીઓ સામે આવી શકે છે.