સંસદના બંને ગૃહોમાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ આતિશીને સેવા અને તકેદારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
Delhi CM Arvind Kejriwal sends a file to Lt Governor VK Saxena, allotting Service and Vigilance Department to Atishi. Both the departments were earlier being handled by Saurabh Bharadwaj.
(File photo) pic.twitter.com/SxiAuzAyoF
— ANI (@ANI) August 8, 2023
દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું હતું
સંસદના બંને ગૃહોમાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ અરવિંદ કેજરીવાલ સરકારે આજે મોટો નિર્ણય લેતા આતિશીને બે મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપી છે. આ નિર્ણય હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા જે વિભાગોની જવાબદારી આપવામાં આવી છે તેમાં દિલ્હી સેવાઓ અને તકેદારી વિભાગનો સમાવેશ થાય છે. આ વિભાગોની જવાબદારી હવે મંત્રી આતિશી માર્લોનાને સોંપવામાં આવી છે. અત્યાર સુધી સૌરભ ભારદ્વાજ આ વિભાગ સંભાળતા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને નવીનતમ ફેરફારો સાથે સંબંધિત ફાઇલ મોકલી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થઈ ગયું હતું.