આજે (ગુરુવારે) લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહને આજે સંબોધશે, પરંતુ તે પહેલા કોંગ્રેસના સાંસદ અધીર રંજને અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા સંબોધન કર્યું હતું. પોતાના નિવેદનને કારણે હેડલાઇન્સમાં રહેતા અધીર રંજને પોતાના સંબોધનમાં આવી ટિપ્પણી કરી હતી. જેનાથી વિવાદ થયો હતો અને શાસક પક્ષના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. હકીકતમાં, અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે જ્યાં રાજા અંધ હોય છે ત્યાં દ્રૌપદીને ચીરહરણ થાય છે…. રાજા આજે પણ અંધ બનીને બેઠા છે. જોકે, અધીર રંજને કોઈનું નામ લીધું નહોતું.
#WATCH | Congress MP Adhir Ranjan Chowdhury says "The power of no-confidence motion has brought the Prime Minister in the Parliament today. None of us were thinking about this no-confidence motion. We were only demanding that PM Modi should come to the Parliament and speak on the… pic.twitter.com/LdxWcAuYsr
— ANI (@ANI) August 10, 2023
અધીર રંજને કહ્યું, પીએમે ગૃહમાં નહીં આવવાના શપથ લીધા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું આ સૌથી મોટું કારણ હતું. અમે વારંવાર વિનંતી કરી રહ્યા હતા કે, પીએમ મોદી ગૃહમાં આવીને મણિપુર મુદ્દે જવાબ આપે. તેમણે કહ્યું કે અમે મજબૂરીમાં સંસદીય સાધનોનો ઉપયોગ કર્યો. આ લોકશાહીની શક્તિ છે. અમે પીએમને ગૃહમાં લાવવામાં સફળ રહ્યા.