“એ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરલો પાની જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની” શહીદોની કુરબાની ને યાદ કરીને દેશમાં “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આજરોજ વાલોડ પોલીસ પરિવાર દ્વારા ” મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં વાલોડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન જે પંચાલ, તાલુકા વિકાસ અધિકારી હરદીપ સિંહ ધરિયા, તાપી જિલ્લાના પ્રભારી મધુભાઈ કથીરીયા, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રેશભાઇ કોકણી, વાલોડ તાલુકાના સહકારી આગેવાન ઉદયભાઇ દેસાઈ, વાલોડ તલાટી કમ મંત્રી મહેશભાઈ, સરપંચ વિજયાબેન નાઈક, અમીત પટેલ, વાલોડ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તથા સ્ટાફ ગણ, તાલુકાના આગેવાનો તથા સ્ટાફ તથા આરોગ્ય કર્મચારીઓ, હોમગાર્ડ / જી.આર.ડી./ટી .આર.બી. જવાનો તથા શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
ભારત માતાકી જય, વંદે માતરમ, જેવા નારાઓ સાથે વાલોડ ગામ ગુંજી ઉઠ્યું હતું અને આખા ગામમાં ઘરે ઘરે હર ઘર તિરંગા હોવાથી આખું ગામ દેશભક્તિના વાતાવરણમાં રંગાઈ ગયું હતું.
આ તિરંગા યાત્રા વાલોડ તાલુકા પંચાયત કચેરી થી મેઇન રોડ, મામલતદાર કચેરી, બજાર ફળિયું, વાલોડ પોલીસ સ્ટેશન થઈને ચાર રસ્તા સર્કલ પાસે પહોંચી હતી અને ત્યાં વાલોડ પી.એસ. આઈ. દ્વારા દેશ ભક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને અંત માં રાષ્ટ્ર ગાન ગાઈ ને કાર્યક્રમ પૂર્ણ થયો હતો.