યુવક સ્પામાં સાથે નોકરી કરતી હિન્દુ યુવતી સાથે પ્રેમ થતા લગ્ન કર્યા જોકે યુવતીએ મુસ્લિમ વિસ્તારમાં રહેવાનો ઈનકાર કરતા યુવકે આવો જુગાડ કર્યો અને રોહિત શર્માના નામથી નકલી આધારકાર્ડ બનાવડાવ્યું. આ સાથે સ્પામાં નોકરી વખતે સાચું નામ છુપાવવા તેણે મુસ્લિમ નામથી પણ ત્રીજું આધારકાર્ડ બનાવડાવ્યું હતું.
SOGને યુવક પાસેથી 3 આધારકાર્ડ મળ્યા
હકીકતમાં SOGને પાલનપોર પાટીયા ખાતે હિમગીરી એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષના રોહિત શર્માએ મુસ્લિમ હોવાની અને હિન્દુ નામથી આધારકાર્ડ બનાવડાવ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે તેની અટકાયત કરતા તેની પાસેથી બે મુસ્લિમ અને એક હિન્દુ નામના આધારકાર્ડ મળ્યા હતા. યુવકની કડક પૂછપરછ કરતા તેણે અનેક મોટા ખુલાસાઓ કર્યા હતા.
યુવકે મુસ્લિમ નામથી પણ નવું આધારકાર્ડ બનાડાવ્યું
જેમાં તેણે પોતે પં.બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો વતની હોવાનું અને પોતાનું સાચું નામ મોહમ્મદ તોહિદ્દુલ અજીજ હક્ક હોવાનું જણાવ્યું હતુ. તે 7 વર્ષ પહેલા સુરતમાં નોકરી માટે આવ્યો હતો અને સ્પામાં મેનેજર તરીકે નોકરીએ લાગ્યો હતો. જોકે સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાથી બદનામીથી બચવા અહેમદ અરાન ખાનના નામથી નકલી આધારકાર્ડ બનાવ્યું હતું.
3000માં બની ગયા બે નકલી આધારકાર્ડ
દરમિયાન તેને સ્પામાં સાથે કામ કરતી હિન્દુ યુવતી સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. જોકે યુવતી મુસ્લિમ વિસ્તારમાં રહેવા માગતી નહોતી. એવામાં તેણે હિન્દુ વિસ્તારમાં મકાન લેવા માટે રોહિત શર્માના નામથી ત્રીજું આધારકાર્ડ બનાવડાવ્યું હતું. તેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે, કામરેજમાં 1500-1500 રૂપિયા આપીને બંને નકલી આધારકાર્ડ બનાવડાવ્યા હતા.