બ્રાઝિલ, રશિયા, ઇંડિયા, ચાયના અને સાઉથ આફ્રિકાના બનેલા ‘બ્રિક્સ’ સંગઠનનો વિસ્તાર થઈ ગયો છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી આર્જેન્ટિના, મિસ્ર, સઉદી અરબસ્તાન, ઇરાન, યુ.એ.ઇ. તથા ઇથેપિયા તેઓનું હું સ્વાગત કરું છું તેમ કહેતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સમય સાથે બદલાવું જોઈએ.
અત્યારે તો ભારત સંયુત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય નથી પરંતુ મોદીએ યુનોને પણ તેનું વિસ્તરણ કરવાની સલાહ આપી હતી સાથે સાથે યુ.એન.એસ.સી.નો દરવાજો પણ ખટખટાવ્યો હતો. તેઓએ કહ્યું : બદલાતા સમય અને બદલાતી નીતિ પરિસ્થિતિમાં વૈશ્વિક સંસ્થાઓએ પણ બદલાવું જોઈએ. અત્યારે યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્ય છે જ્યારે બીજા ૧૦ ચૂંટાઈને આવેલા છે જેઓ ૨ વર્ષ માટે અસ્થાયી સભ્યો તરીકે રહે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બ્રિક્સનો વિસ્તાર તે સંદેશો આપે છે કે બદલાતા સમયમાં પરિસ્થિતિને અનુરૂપ રીતે વૈશ્વિક સંસ્થાઓએ પણ બદલાવું જોઈએ. આ એક તેવું પગલું છે જે ૨૦મી સદીમાં રચાયેલા અન્ય વૈશ્વિક સંગઠનો માટે પણ મશાલરૂપ બની શકશે. અમે બ્રિક્સ હેઠળના વિકાસનો નિર્ણય લીધો છે. ભારતનો તે મત રહ્યો છે કે નવા સભ્યો આવતા આ બ્રિક્સ સંમેલન વધુ મજબૂત બનશે અને અમારા સામુહિક પ્રયાસોને નવી શક્તિ મળશે આથી અનેક દેશોનો મલ્ટી પાવર વર્લ્ડ બહુ ધ્રુવીય વિશ્વમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે.