હરિણાયાના નૂંહ જિલ્લામાં ફરી એક વખત ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 28 ઓગષ્ટના રોજ બીજી વખત બ્રજમંડળ યાત્રા નીકાળવાનું એલાન કરવામાં આવ્યુ હતું. જોકે, વહીવટી તંત્ર દ્વારા તેની પરવાનગી આપવામાં નથી આવી.
તાજેતરમાં જ નૂંહ વહીવટી તંત્ર દ્વારા યાત્રા સ્થગિત કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હિન્દુ સંગઠન બીજી વખત શોભા યાત્રા નીકાળવા માટે અડગ છે. જેના કારણે નૂંહના ડેપ્યુટી કમિશનરે ગઈ કાલે ગૃહ વિભાગને પત્ર લખીને નૂંહમાં ઈન્ટરનેટ સેવા અને બલ્ક મેસેજ બંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે હરિયાણાના હોમ સેક્રેટરી દ્વારા 26 ઓગષ્ટથી 28 ઓગષ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
31 જુલાઈના રોજ હિન્દુ સંગઠનો દ્વારા નીકાળવામાં આવેલી બ્રજમંડલ યાત્રા દરમિયાન હિંસક અથડામણ થઈ હતી જેમાં 6 લોકોના મોત થઈ ગયા હતા. આ મામલે પોલીસનું ધરપકડ અભિયાન સતત ચાલુ છે. અત્યાર સુધીમાં 292 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.