વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી આપણે સૌ વાકેફ છીએ. તેમની એક અપીલ પર આખો દેશ એક થાય છે. 31મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ની શુભેચ્છા પાઠવતા, તેમણે ટ્વિટર (હવે X) પર લોકોને સંસ્કૃતમાં એક વાક્ય શેર કરવા અપીલ કરી. આ સાથે પીએમએ ટ્વીટ કરતી વખતે #CelebratingSanskrit ને વાપરવા માટે ખાસ જણાવ્યું હતું.
જોતજોતામાં વડાપ્રધાનના ટ્વિટર હેન્ડલ પર જવાબોનો ખડકલો થવા લાગ્યો અને તેમા પણ અમુક જવાબો તો એવા આવ્યા કે જે વાંચીને તમે પણ વાહ કહેવાનું રોકી શકશો નહી.
ખુદ પીએમ મોદીએ પણ સંસ્કૃતમાં એક વાક્ય શેર કર્યું છે, જેમાં તેમણે લોકોને કહ્યું છે કે ભારત આવનારા દિવસોમાં જી-20 સમિટની યજમાની કરશે. આમાં દુનિયાભરના લોકો ભારતમાં આવશે અને આપણી સંસ્કૃતિ વિશે શીખશે. આ પહેલા વડાપ્રધાને બીજું ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે સંસ્કૃતમાં વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તેઓ સંસ્કૃત ભાષા પ્રત્યે જુસ્સો ધરાવતા તમામ લોકોની પ્રશંસા કરે છે.
Greetings on World Sanskrit Day. I laud all those who are passionate about it. India has a very special relation with Sanskrit. To celebrate this great language, I urge you all to share one sentence in Sanskrit. In the post below, I will also share a sentence. Don’t forget to use…
— Narendra Modi (@narendramodi) August 31, 2023
લોકો સંસ્કૃતમાં લખી રહ્યા છે – આવશે તો મોદી જ
રસપ્રદ વાત એ છે કે નેટીઝન્સ સંસ્કૃતમાં લખી રહ્યા છે કે 2024માં માત્ર મોદી જ આવશે. X વપરાશકર્તા @ShefVaidyaએ લખ્યું છે કે, ફરી એકવાર पुनः मोदी एव आगमिष्यति.
Greetings on World Sanskrit Day. I laud all those who are passionate about it. India has a very special relation with Sanskrit. To celebrate this great language, I urge you all to share one sentence in Sanskrit. In the post below, I will also share a sentence. Don’t forget to use…
— Narendra Modi (@narendramodi) August 31, 2023
લદ્દાખ પ્રવાસના બહાને રાહુલ ગાંધી પર કટાક્ષ
તે જ સમયે, કેટલાક લોકોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લદ્દાખ પ્રવાસ અંગે સંસ્કૃતમાં કટાક્ષ કર્યો છે. @theskindoctor13 હેન્ડલ ધરાવતા યુઝરે લખ્યું છે કે, હું તમને 2024માં વોટ નહીં આપીશ કારણ કે તમે રાહુલ ગાંધીની જેમ મોટરસાઈકલ પર લદ્દાખ નહીં જઈ શકો.