ઈસરોનું ચંદ્રયાન સફળ થયા બાદ હવે સૂર્ય પર જવા માટેનું નવું મિશન Aditya-L1 સંપૂર્ણ રીતે તૈયાર છે. Aditya-L1 મિશન આવતી કાલે સવારે11:50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. સૂર્યનો અભ્યાસ કરવાના હેતુથી Aditya-L1 મિશનના નિર્ણાયક પ્રક્ષેપણ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકો આજે તિરુમાલા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા હતા. ઈસરોના વૈજ્ઞાનિકોએ સવારે તિરુમાલા હિલ્સ પર સ્થિત શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી.
#WATCH | Andhra Pradesh: ISRO chief S Somanath offered prayers at Chengalamma Parameshwari Temple in Tirupati district, ahead of the launch of Aditya-L1 Mission
India's first solar mission (Aditya-L1 Mission) is scheduled to be launched on September 2 at 11.50am from the… pic.twitter.com/cKjg4NUHKe
— ANI (@ANI) September 1, 2023
વૈજ્ઞાનિકો દ્વારા મિશનની સફળતા માટે કરવામાં આવી પ્રાર્થના
તેમણે આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી આવતી કાલે લોન્ચ થશે. Aditya-L1 અવકાશયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આવેલા L1 (લેગ્રેન્જિયન પોઈન્ટ) પર સૌર કોરોનાના દૂરસ્થ અવલોકનો અને સૌર પવનના સીટુ અવલોક કરશે. ઈસરોના વૈજ્ઞાનિકો માટે કોઈ મોટા મિશન પહેલા પ્રખ્યાત પહાડી મંદિરમાં પ્રાર્થના કરવા જવીએ સામાન્ય પ્રથા છે. જુલાઈમાં તેમણે ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પહેલા પણ મંદિરમાં પ્રાર્થના કરી હતી.