ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટ (G20 Summit) સફળતાપૂર્વક સંપન્ન થઈ. વિશ્વએ વિકસતા ભારતની તસવીર જોઇ અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત હે તો મુમકિન હૈ. રવિવારે છેલ્લા સત્રને પીએમ મોદીએ સંબોધિત કર્યું અને અંતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને G20નું પ્રમુખપદ સોંપ્યું હતું. ત્યારે G20ના સફળ આયોજન બદલ ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે.
My heartfelt congratulations to PM @narendramodi Ji on the historic success of our G20 presidency.
Whether it is the adoption of the New Delhi Leaders' Declaration or the inclusion of the African Union as a permanent member, the summit built bridges of trust among geopolitical… pic.twitter.com/i4gA7FCtoS
— Amit Shah (@AmitShah) September 10, 2023
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતા લખ્યું છે કે, પીએમ મોદીએ જે વિઝન જોયું તે સફળ થયું છે. ‘એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય’થી વિશ્વાસનો સેતુ બંધાયો છે. નવી દિલ્લી લીડર્સ ડેક્લેરેશનને અપનાવવાની વાત હોય કે આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની વાત હોય, જી-20 સમિટે ‘એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય’ના મોદીજીના વિઝનને સાકાર કરતા ભૌગોલિક રાજકીય ક્ષેત્રો વચ્ચે વિશ્વાસના સેતુ બાંધ્યા છે.