સનાતન ધર્મ વિરુદ્ધ DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર ઉભા થયેલા વિવાદમાં આજે બીજેપી સાંસદ રવિ શંકર પ્રસાદે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. બીજેપી મુખ્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રસાદે પૂછ્યું કે, તમિલનાડુની DMK પાર્ટી INDIA ગઠબંધનમાં કોંગ્રેસની સાથી છે. આવી સ્થિતિમાં અંતે આ મુદ્દા પર સોનિયા ગાંધી ચુપ કેમ છે? રવિશંકર પ્રસાદે કહ્યું કે, મુંબઈ બેઠક દરમિયાન તમે શું નિર્ણય લીધો છે શું તમે હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખનારા લોકો વિરુદ્ધ શરમજનક નિવેદન આપવાનો નિર્ણય લીધો છે? સોનિયા જી તમે મૌન કેમ છો? તમારે આ અંગે ચર્ચા ન કરવી જોઈએ કે, તમારા પુત્રોને હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ વિશે કેટલી સમજણ છે?
રવિશંકર પ્રસાદે આગળ કહ્યું કે, DMKના શિક્ષણ મંત્રી પોનમુડીની ટિપ્પણી સામે આવી છે. અંગ્રેજીમાં એક કહેવત છે- ‘ધ કેટ ઈઝ આઉટ ઓફ ધ બેગ’. તેમનો ઈરાદો હવે સ્પષ્ટ થઈ રહ્યો છે. INDIA ગઠબંધનની રચના સનાતન ધર્મનો વિરોધ કરવા માટે અને તેને ખતમ કરવા માટે થઈ છે.
#WATCH | BJP MP Ravi Shankar Prasad says, "DMK Education Minister Ponmudy's remark has come to light. There is a saying in English 'The cat is out of the bag'. What they thought has become clear. INDIA alliance has been formed to oppose and finish Sanatana Dharma…He said this… pic.twitter.com/0YCcdHCMWU
— ANI (@ANI) September 12, 2023
છુપાયેલો એજન્ડા સામે આવ્યો
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સીએમ સ્ટાલિનના પુત્રએ જેસનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા સાથે કરી હતી. તેમનો છુપાયેલો એજન્ડા સનાતન ધર્મનો વિરોધ કરીને વોટ બેંકની રાજનીતિ કરવાનો છે. હું કોંગ્રેસ પાર્ટી અને ગઠબંધનને પૂછું છું કે, શું તેમને અન્ય ધર્મના દેવતાઓની ટીકા કરવાનો અધિકાર છે? શું તેમનામાં સાહસ છે? શું તેઓ આવું કરી શકે છે? તેઓ અન્ય ધર્મ પર મૌન રહે છે પરંતુ સનાતન ધર્મનો વિરોધ ખુલ્લેઆમ કરે છે.