વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા આરક્ષણ વિધેયક પસાર થઈ જવા બદલ રાષ્ટ્રના મહિલાઓને અભિનંદન પાઠવ્યાં હતાં સાથે તેની પરિવર્તનશીલ અસર ઉપર પણ ધ્યાન દોર્યું હતું. આ નારી શક્તિ વંદન-અધિનિયમ સંસદમાં પસાર થઈ જવા અંગે દેશની મહિલાઓને અભિનંદનો આપવા સાથે તે ઘટનાનું મહત્વ સમજાવતા તેઓએ કહ્યું હતું કે, આ નિર્ણયની પરિવર્તનશીલ અસરો વિષે ભાવિ પેઢીઓ પણ ચર્ચા કરશે.
અહીંના ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથકે મોદી પહોંચ્યા ત્યારે ભારે મોટી સંખ્યામાં ત્યાં જનસમુદાય એકત્રિત થયો હતો. આ ઉત્સાહિત જનસમુદાય તથા પક્ષના કાર્યકરો અને સમર્થકોને સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, હું ભારતની માતાઓ, ભગીનીઓ અને પુત્રીઓને આ અંગે અભિનંદનો પાઠવું છું. આપણે જોયું કે સપ્ટેબરની ૨૧મી અને ૨૨મી નવો ઇતિહાસ રચાયો. જનસામાન્ય એ આપણને આ તક આપી, તે જ આપણો વિશેષાધિકાર છે.
કેટલાક નિર્ણયો રાષ્ટ્રનું ભાવિ બદલવાનો અવસર આપે છે, આપણે તેવા અવસરના સાક્ષી છીએ.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે સંસદનાં બંને ગૃહોમાંથી તે વિધેયક પસાર થઈ ગયું તે જ દર્શાવે છે, બહુમતિ સરકાર ધરાવતો દેશ કઈ રીતે કાર્ય કરી શકે છે. અમે કોઈનો પણ રાજકીય સ્વાર્થ આ વિધેયકને અવરોધી શક્યો નથી. (આ રીતે લોકસભામાં બે, સાંસદોએ તે વિધેયક વિરુદ્ધ મતદાન કર્યું હતું તેનો વડાપ્રધાને આડકતરો ઉલ્લેખ કર્યો હતો.)
આજે દેશના શાસક પક્ષ ભારતીય જનતા પક્ષનાં અહીં આવેલા મુખ્ય મથકે જયારે મોદીએ આ સંબોધનાત્મક પ્રવચન આપ્યું હતું. તે કાર્યક્રમને ભાજપે નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમ તેવું નામ આપ્યું હતું. આ કાર્યક્રમ એ ઐતિહાસિક વિધેયક પસાર થઈ જવાની ઉજવણીરૂપે હતો તેમજ દેશમાં મહિલાઓએ આપેલા પ્રદાનોનું બહુમાન કરવા યોજવામાં આવ્યો હતો.
વડાપ્રધાન ભાજપનાં મુખ્ય મથકે આવી પહોંચ્યા ત્યારે તેમણે ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. તે સ્વાગત વિધિનું આયોજન ભાજપની મહિલા શાખાએ હાથ ધર્યું હતું.
વિધેયક સંસદનાં બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે. અને હવે તે ધારા (કાનૂન) બની રહેશે. તે સંદર્ભે વડાપ્રધાને ફરી ભારપૂર્વક કહ્યું હતું કે આ ધારાએ (કાનૂને) તે સાબિત કરી આપ્યું છે કે, સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકાર એક સબળ સરકાર એક નિર્ણયાત્મક સરકાર, રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ જવા માટે અનિવાર્ય છે.
આ સમયે સરકારની વિવિધ પરીયોજનાઓથી જેઓને લાભ મળ્યો છે તેવી મહિલાઓ સહિત અન્ય અનેક મહિલાઓ પણ ઉપસ્થિત હતાં. ઉપરાંત પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડા અને કેન્દ્રનાં મંત્રીઓ, નિર્મળા સીતારામન તથા સ્મૃતિ ઇરાની અને પક્ષના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત હતા.