ટેટ-ટાટ ના પરીક્ષાર્થીઓના ન્યાય , પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં છાત્ર સંધ ની ચૂંટણી તેમજ યુનિવર્સિટીમાં વિવિધ મહત્વની સમિતિઓમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ ની સ્પષ્ટતા સાથે ની માંગ કરતા પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા.
જનજાતિ વિધાર્થીઓ , શોધ વિદ્યાર્થી , મેડિકલના વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ તેમજ બહેનોના સ્વરક્ષણ માટે ની તાલિમ જેવા કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશની પ્રદેશ કારોબારી બેઠક ગત તારીખ 23 અને 24 સપ્ટેમ્બર 2023 હિંમતનગર સાબરકાંઠા ખાતે સંપન્ન થઈ. આ પ્રદેશ કારોબારી બેઠકમાં સમગ્ર ગુજરાત ભરમાંથી વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદેશ કારોબારી બેઠકમાં ગત કાર્યક્રમ ની સમીક્ષા અને આગામી સમયમા વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે ના કાર્યક્રમો ની ચર્ચા અને ઘોષણા કરવામાં આવી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આ વર્ષે 2,67,528 જેટલી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓની અને શિક્ષણ સમૂહ સાથે જોડાયેલ લોકો અને પ્રાધ્યાપક ની સદસ્યતા કરવામાં આવી છે. જે સમગ્ર વિદ્યાર્થી જગત ને સ્પર્શતું સદસ્યતા અભિયાન વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રચંડ લક્ષ્યને પાર કરી સંપન્ન થયું છે. સાથે જ સમગ્ર ગુજરાત ભરમાં 162 જેટલી નગર કારોબારીઓની પણ ઘોષણાઓ કરવામાં આવી ચૂકી છે. હાલ પણ વિવિધ નગર કારોબારીઓની ધોષણા ચાલી રહી છે. તેવી જ રીતે આગામી સમયમાં સમગ્ર ગુજરાત ભરના 1000 જેટલા કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા કેમ્પસ કારોબારીની ઘોષણાઓ કરવામાં આવશે. સાથે જ શિક્ષણ માં વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં ઉત્તમતા પ્રાપ્ત કરે તે માટે અલગ અલગ કાર્યક્રમોની પણ ઘોષણા કરવામાં આવી છે, જે કાર્યક્રમમાં આગામી સમયમાં વિદ્યાર્થીઓની વચ્ચે તેમને પ્રોત્સાહિત કરવા તેમની ખૂબીઓ બહાર લાવવા અને આત્મનિર્ભરતા તરફ લઈ જઈ શકાય તે માટે પ્રોત્સાહિત કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
વિવિધ કાર્યક્રમો અંતર્ગત પ્રદેશ સ્તર પર એક સ્ટાર્ટઅપ સમિટ નું આયોજન કરવામાં આવશે, જેમાં સ્ટાર્ટઅપ પર કાર્યરત વિદ્યાર્થીઓને એકત્ર કરી તેમને માર્ગદર્શન અને તેમને મદદરૂપ થઈ શકાય તે માટે આ સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરવામાં આવશે, તે જ રીતે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે નીરામયા ઇન્ટર્નશિપનું પણ આયોજન કરવામાં આવશે, સાથે જ 5 ઓક્ટોબર રાણી દુર્ગાવતી ની જન્મ જયંતી નિમિત્તે અલગ અલગ શિક્ષણ સંસ્થાઓમાં મિશન સાહસી અભિયાન અંતર્ગત બહેનોને નિ:શુલ્ક સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ માટેના કાર્યો પુરા ગુજરાત પ્રદેશ માં આયોજિત કરવામાં આવશે. આ સાથે જ 15 નવેમ્બર ભગવાન બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. જેમા જનજાતિ યુવાનાદ નું આયોજન કરવામાં આવશે. જે કાર્યક્રમ હેઠળ જનજાતિ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવશે. આ સાથે 19 નવેમ્બર રાણી લક્ષ્મીબાઈ જન્મ જયંતી નિમિત્તે નારી શક્તિ દિવસ, પ્રદેશ છાત્રા સંમેલન, 6 ડિસેમ્બર સમરસતા દિવસ નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 1,2,3 ડિસેમ્બર 2023 ના રોજ , દિલ્હી ખાતે યોજાશે જેમાં લગભગ 15000 જેટલા વિદ્યાર્થીઓ સમગ્ર દેશભરમાંથી આ અધિવેશનમાં સહભાગી થશે.
આ પ્રદેશ કારોબારી બેઠકમાં બે પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવ્યા . જેમાં એક શૈક્ષણિક પ્રસ્તાવ અને બીજો સામાજિક પ્રસ્તાવ સૌ કાર્યકર્તાઓની વચ્ચે ચર્ચા વિચારણા કર્યા બાદ પારિત કરવામાં આવ્યા. શૈક્ષણિક પ્રસ્તાવમાં હાલમાં જ પારિત થયેલ પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ વિધાર્થી સંઘની ની ચૂંટણી માટેની જોગવાઈ કરવામાં આવે સાથે જ યુનિવર્સિટીઓની વિવિધ મહત્વની સમિતિઓમાં પણ વિદ્યાર્થી પ્રતિનિધિત્વ સ્પષ્ટ કરવામાં આવે, તથા રાજ્યમાં ટેટ ટાટ ના પરીક્ષાર્થીઓના પ્રશ્નો , ગુજરાત ભરના છાત્રા વાસોની સ્થિતિ છત્રાવાસોનું નિરીક્ષણ જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા છે.
અ.ભા.વિ.પ્રદેશ મંત્રી કુ. યુતિબેન ગજરે જણાવે છે કે, ” સમગ્ર ગુજરાત ભરના વિદ્યાર્થીઓમા અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ એ 2,67,000 કરતા પણ વધુ વિદ્યાર્થીઓની સદસ્યતા મેળવી છે તે ગૌરવપૂર્ણ છે, આ સદસ્યતા આંક એ સાબિત કરે છે કે વિદ્યાર્થી પરિષદ એ એકમાત્ર વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓની વચ્ચે રહી અવિરત પણે વિદ્યાર્થી હિત માટે સમર્પિત સંગઠન છે. આગામી સમયમાં પણ વિદ્યાર્થી પરિષદ 1000 જેટલી કેમ્પસ વિદ્યાર્થી પરિષદની કેમ્પસ કારોબારીની ઘોષણા ભવ્ય રીતે કરવામાં આવશે, બાદ દરેક ક્ષેત્રના વિદ્યાર્થીઓને આવરી લેતા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શોધ આયામ અંતર્ગત જનજાતિય પરંપરા ઉપર ચિંતન , રાષ્ટ્રીય કલામંચ અંતર્ગત સાંસ્કૃતિક વર્કશોપ , મેડિકલના વિદ્યાર્થીઓ માટે મેડિવિઝન આયામ હેઠળ નીરામયા ઇન્ટરશીપ , સવિષ્કાર આયામ હેઠળ સ્ટાર્ટઅપ સમિટ જેવા અનેકો વિદ્યાર્થી ને પોતાની કારકીર્દી માં આગળ વધવા અને પોતાના ક્ષેત્રમાં મજબૂત બનવા માટે જરૂરી તમામ પ્રયત્નો વિદ્યાર્થી પરિષદ દ્વારા થઈ રહ્યા છે. આ તમામ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે જોડાશે . વિદ્યાર્થી પરિષદની પ્રદેશ કારોબારી બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક એમ બે પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા છે. જેના પર પણ વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી હિત માટે પોતાની માંગો રજુ કરશે.
પારિત કરેલ પ્રસ્તાવો પ્રેસનોટ સાથે એટેચ કરેલ છે.
આ પ્રેસનોટ પ્રદેશ કાર્યાલય મંત્રી જયરાજસિંહ ગોહિલ દ્વારા પ્રેસિત કરવામાં આવે છે.