Congress VS AAP In Punjab : આજે સવારે પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરતા પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ કરી હતી, સુખપાલ ખૈરાની જૂના NDPS કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇ હવે રાજકારણ ગરમાયું છે. સુખપાલ ખૈરાની ધરપકડથી એવી અટકળોએ વેગ પકડ્યો છે કે વિપક્ષી ગઠબંધન INDIAમાં ભાગલા પડી શકે તેવી શક્યતા છે.
કાયદો કાયદાનું કામ કરે છે : AAP સાંસદ
સુખપાલ ખૈરાની ધરપકડ બાદ AAPના સાંસદે કહ્યું, કોંગ્રેસના શાસન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. બચવા માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કેપ્ટન અમરિંદર સિંહ સરકારની મદદના કારણે તેમની ધરપકડ અટકાવમાં આવી હતી. SIT તપાસ બાદ સુખપાલ ખૈરાના સહયોગી ગુરુદેવને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી, હવે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદો તેનું કામ કરી રહ્યો છે. જો કોઈ ડ્રગ ડીલર હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ મુદ્દે INDIA ગઠબંધન એકમત રહેશે.
શું INDIA ગઠબંધનમાં પડશે ભાગલા?
કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે સુખપાલ સિંહ ખૈરાના પરિવાર સાથે મુલાકાત કરી. રાજા વાડિંગે કહ્યું કે, સરકારી એજન્સીઓનો ઉપયોગ ઉપર અને નીચે દરેક જગ્યાએ વિપક્ષની વિરુદ્ધ થઈ રહ્યો છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘પંજાબ પોલીસ અને ભગવંત માન સરકારને શરમ આવવી જોઈએ. સુખપાલ ખૈરાની એક એવા કેસમાં ધરપકડ કરવામાં આવી છે જેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેથી એવી અટકળો લાગવામાં આવી રહી છે કે, આ ધરપકડથી AAP અને કોંગ્રેસમાં તણાવ જોવા મળી શકે છે જેના લીધે એવી પણ અટકળો લગવામાં આવી રહી છે કે હવે INDIA ગઠબંધનને નુકશાન પહોંચી શકે છે.