એશિયન ગેમ્સ 2023માં આજે છઠ્ઠા દિવસે ભારતની શૂટિંગ ટીમે નવો ઈતિહાસ રચતા શૂટિંગ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શૂટિંગ ટીમે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારત તરફથી ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર , સ્વપ્નિલ કુસલે , અખિલ શિયોરાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
Hangzhou Asian Games: Aishwary Pratap Singh Tomar, Swapnil Kusale and Akhil Sheoran win gold in 50-metre Rifle 3Ps Men's team event pic.twitter.com/JGv3kV0EYD
— ANI (@ANI) September 29, 2023
ભારત 7 ગોલ્ડ સાથે ટેલીમાં ચોથા સ્થાને પહોંચી ગયું
આજે ભારતે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કરતા 7 ગોલ્ડ મેડલ સાથે હવે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને (India has now come to fourth place in the medal table) પહોંચી ગયું છે. એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં કુલ 27 મેડલ (total number of medals has now become 27) જીત્યા છે જેમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આજે એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતને પહેલો મેડલ શૂટિંગમાંથી મળ્યો હતો. ઈશા, પલક અને દિવ્યાની ત્રિપુટીએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.