દિલ્હીમાં ISISના આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. NIA દ્વારા ફરાર આતંકવાદીઓની શોધમાં અનેક જગ્યાએ દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ વોન્ટેડ આતંકવાદીઓ પર NIAએ 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જેમાં મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખનો સમાવેશ થાય છે. પુણે પોલીસ અને NIAની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. NIAની આ કાર્યવાહી ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એજન્સીની કાર્યવાહી વચ્ચે થઈ રહી છે.
અગાઉ NIA ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી
થોડા દિવસ પહેલા જ NIAએ ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં દેશના ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ગેંગસ્ટર્સની શોધમાં NIAએ દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ઉત્તરાખંડના 50 થી વધુ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. NIAએ આ પગલું આતંકવાદીઓ અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ કરવાના ઉદ્દેશ્યથી ઉઠાવ્યું હતું.