કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વેબ પોર્ટલ ન્યૂઝ ક્લિક પર પાડવામાં આવેલા દરોડા પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો કોઈએ ખોટું કર્યું છે તો તેની તપાસ થવી જોઈએ. એજન્સીઓ સ્વતંત્ર છે અને તે પોતાની કાર્યવાહી કાયદાકીય દાયરામાં જ કરે છે. જો ખોટી રીતે પૈસા આવ્યા છે તો કાર્યવાહી થશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, મારો આ દરોડા પર સ્પષ્ટતા આપવાની કોઈ જરૂર નથી. જો કોઈએ ખોટું કર્યું છો તો તપાસ એન્જસીઓ તેના પર કાર્યવાહી કરે છે. એવું ક્યાંય લખવામાં નથી આવ્યું કે, જો તમારી પાસે ખોટી રીતે પૈસા આવ્યા હશે અને વાંધાજનક કાર્ય કામ કરવામાં આવ્યુ હશે તો તેના પર તપાસ એજન્સી કાર્ય ન કરી શકે. તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે અને તેઓ પોતાની કાર્યવાહી નિયમોને ધ્યાનમાં રાખીને કરે છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના દરોડા
આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ન્યૂઝક્લિક વેબસાઈટના પત્રકારોના ઘર પર દરોડા પાડી રહી છે. સ્પેશિયલ સેલે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા હતા.
વસતી ગણતરી અને મહિલા આરક્ષણ પર શું બોલ્યા અનુરાગ ઠાકુર?
અનુરાગ ઠાકુરે કહ્યું કે, દેશમાં 2021માં વસતી ગણતરી થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે તે શક્ય ન બન્યું. તાજેતરમાં કેન્દ્ર સરકારે જે નારી શક્તિ વંદન બિલ પાસ કર્યું છે તેના માટે સીમાંકન અને વસતી ગણતરી એ બે કાર્યો થશે. એટલા માટે આગામી લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ વસતી ગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
તેમણે કહ્યું કે, પીએમ મોદી જેવું વિઝન કોઈની પાસે નથી. બીજી તરફ આ બિલ પાસ કરીને પીએમ મોદીએ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના નારાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી દીધું છે.