ચીનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યલો સમુદ્રમાં ચીનની ન્યુક્લિયર સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઈ હોય એવું કહેવામાં આવી રહ્યું છે. યુકેના એક ગ્રુપ્ત અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે કે સબમરીન બ્રિટિશ જહાજોને પોતાની જાળમાં ફસાવવા માંગતી હતી પણ પોતે જ દુર્ઘટનાનો શિકાર બની ગઈ હતી. જણાવી દઈ કે આ અકસ્માતમાં 55 લોકોના મોતની આશંકા છે.
ઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે સબમરીન દુર્ઘટનાનો શિકાર બની
રિપોર્ટ મુજબ ઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે સબમરીન દુર્ઘટનાનો શિકાર બની હતી. માર્યા ગયેલાઓમાં સબમરીન 093-417ના કેપ્ટન અને 21 અધિકારીઓ પણ સામેલ છે. જો કે ચીને સત્તાવાર રીતે આ ઘટનાને નકારી કાઢી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને આંતરરાષ્ટ્રીય મદદ લેવાનો પણ ઈનકાર કરી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટના 21 ઓગસ્ટના રોજ થઈ હતી.
અકસ્માતમાં 55 સૈનિકોના મોત
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે 8.12 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં 55 સૈનિકોના મોત થયા હતા. જેમાં 22 અધિકારીઓ, 7 ઓફિસર કેડેટ્સ, 9 જુનિયર ઓફિસર અને 17 સૈનિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં કેપ્ટન કર્નલ ઝુ યોંગ-પેંગ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે ચીન આ ઘટના પર અત્યાર સુધી મૌન છે. અત્યાર સુધી તેણે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે યુકેનો આ રિપોર્ટ ડિફેન્સ ઈન્ટેલિજન્સ પર આધારિત છે.