ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સ 2023ના 14માં દિવસે જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું છે. સાત્વિક- ચિરાગની જોડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતી ભારતેને બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતા. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામે જીત મેળવી ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો હતો. હવે ભારતીય મેન્સ કબડ્ડી ટીમે ફાઈનલ(India Beat Iran In Kabaddi)માં ડિફેન્ડીંગ ચેમ્પિયન ઈરાનને હરાવી દીધું છે. આ રીતે ભારતે સતત ત્રીજો ગોલ્ડ જીતીને હેટ્રિક લગાવી છે.
𝐖𝐇𝐀𝐓 𝐀 𝐌𝐀𝐓𝐂𝐇!!
A dramatic match between India and the defending champions, Iran, ends on our favour.
Our warriors gave a major fightback to end their campaign with the coveted GOLD🥇🌟 making it a double in Kabaddi🤩
It was a spectacular display of strength and… pic.twitter.com/ooLVZRBvb1
— SAI Media (@Media_SAI) October 7, 2023
ભારતે મેન્સ કબડ્ડી ઇવેન્ટમાં ઈરાનને 33-29થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત ભારતીય વુમન્સ હોકી ટીમે જાપાનને 2-1થી હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ચીન સામેની સેમિફાઈનલમાં શરમજનક હાર બાદ આ જીત ભારત માટે મનોબળ વધારનારી છે. આ સાથે જ ભારતની મેડલ ટેલી 104 પર પહોંચી ગઈ છે.