વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યુ હતુ કે, રશિયાના પૂર્વ છેડા પર આવેલા વ્લાદિવોસ્તોક શહેરમાં અગાઉ કાર્યરત અને હવે બંધ થઈ ચુકેલા અમેરિકન વાણિજ્ય દૂતાવાસ માટે કામ કરનારા વ્યક્તિ સાથે સંપર્ક રાખવા બદલ રશિયાએ અમારા બે ડિપ્લોમેટસને દેશ છોડવા માટે કહ્યુ હતુ. જેના જવાબમાં અમેરિકાએ પણ રશિયાને બે ડિપ્લોમેટસને અમેરિકા છોડવા માટે કહ્યુ છે.
મિલરે કહ્યુ હતુ કે, રશિયાની સરકાર દ્વારા અમારા ડિપ્લોમેટસને થતી હેરાનગતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. મોસ્કો સ્થિત એમ્બેસીના કર્મચારીઓ સામે ખોટી રીતે કાર્યવાહી થઈ તો રશિયાએ પણ તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે.
યુક્રેન અને રશિયા યુધ્ધના કારણે અમેરિકા અને રશિયા વચ્ચેના સબંધો કોલ્ડ વોર બાદ પહેલી વખત આ હદે વણસી ચુકયા છે.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ 14 સપ્ટેમ્બરે મોસ્કો ખાતે આવેલા અમેરિકન દૂતાવાસના બે અધિકારીઓ પર ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને સાત દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.