પાંચ રાજ્યોની 679 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે 9 ઓક્ટોબ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ એવા રાજ્યો છે જ્યાં વિધાનસભા ચૂંટણીની તારીખો જે નક્કી કરવામાં આવી તેની જાહેરાત કરી હતી. ત્યારે મિઝોરમની 7 નવેમ્બરે મતદાન યોજાશે.
પાંચ રાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જાહેર થયેલી તારીખો નીચે મુજબ છે.
- મધ્યપ્રદેશ-7 નવેમ્બર
- રાજસ્થાન- 23 નવેમ્બર
- તેલંગાણા – 30 નવેમ્બર
- છત્તીસગઢ- 7 અને 17 નવેમ્બર
- મિઝોરમ- 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.
આ સાથે ચૂંટણીની પરિણામ એટલે કે મતગણતરીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે ત્યારે આ મુજબ 3 ડિસેમ્બરના રોજ પાંચે રાજ્યમાં મતગણતરી કરવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે EC અધિકારીઓએ તમામ પાંચ રાજ્યોની મુલાકાત લીધી, રાજકીય પક્ષો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે ચર્ચા કરી. ECIએ કહ્યું કે રાજકીય પક્ષોના સૂચનો પણ લેવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું કે પાંચ રાજ્યોમાં 17.34 લાખ PWD મતદારો અને 24.7 લાખ 80+ વૃદ્ધ મતદારો છે જેમને ઘરેથી મતદાન કરવાની સુવિધા હશે. પાંચેય રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યામાં વધારો થયો છે.
SCHEDULE OF #MadhyaPradesh Legislative Assembly Election . Details 👇#ECI #AssemblyElections2023 #MCC #ElectionSchedule pic.twitter.com/dAh4GsWZcg
— Election Commission of India #SVEEP (@ECISVEEP) October 9, 2023
ક્યાં કેટલી બેઠક માટે મતદાન ?
મધ્યપ્રદેશની કુલ 230 બેઠકો માટે મતદાન યોજાશે આ સાથે રાજસ્થાનની વાત કરીએ તો 200 વિધાનસભા બેઠક આવેલી છે, રાજસ્થાનની વાત કરીએ તો 200 વિધાનસભા બેઠકો છે આ સાથે મિઝોરમમાં MNFની સરકાર છે જે મુજબ 40 વિધાનસભા બેઠકો માટે ત્યાં મતદાન યોજાશે અને તેલંગાણાની કુલ 119 વિધાનસભા બેઠકો છે.
પાંચ રાજ્યોમાં 1.77 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મતદાન માટે 1.77 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે. મતદાન મથક દીઠ 1500 મતદારો માટે મતદાનની સુવિધા રહેશે. EC અનુસાર, મધ્યપ્રદેશમાં 5.6 કરોડ મતદારો, રાજસ્થાનમાં 5.25 કરોડ મતદાતા, તેલંગાણામાં 3.17 કરોડ મતદાતા, છત્તીસગઢમાં 2.03 કરોડ અને મિઝોરમમાં 8.52 લાખ મતદારો છે. મધ્યપ્રદેશમાં આદિવાસીઓ માટે આરક્ષિત જંગલ વિસ્તારોમાં મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે. મિઝોરમમાં, મતદાન પક્ષોએ 22 નોન-મોટરાઇઝ્ડ પીએસ અને 19 મતદાન મથકો સુધી બોટ દ્વારા મુસાફરી કરવી પડશે.