કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 14 અને 15 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 15 ઓક્ટોબરે પહેલા નોરતે માણસામાં પરિવાર સાથે પૂજા કરશે. તેમજ ગાંધીનગર લોકસભાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે.
14 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ છે અને 14 અને 15 ઓક્ટોબરે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જઇ શકે છે.15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે અને અમિત શાહ દર વર્ષે નવરાત્રીમાં માણસમાં પરિવાર સાથે જાય છે અને પૂજા કરે છે. ત્યારે આ વર્ષે પણ તેઓ પોતાના પૈતૃક ગામની અંદર પૂજા- આરતી કરતા હોય છે.
તો આ સાથે જ લોકસભાની ચૂંટણીને લઇને ગાંધીનગરમાં અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તારના કેટલાક ગામોની મુલાકાત લે તેવી શક્યતા છે.તેઓ ગામમાં વિકાસ કામોની સમીક્ષા પણ કરવાના છે.
આ પહેલા અમિત શાહ ઓક્ટોબર મહિનાની શરુઆતમાં ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે અમદાવાદમાં 1 હજાર 651 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. સાથે જ ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી હતી. જેમાં તેમણે મહિલા અનામત, G20ના આયોજન, વિશ્વકર્મા યોજના સહિત કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ લોકો સમક્ષ વર્ણવી હતી. ત્રાગડ ગામમાં નવનિર્મિત તળાવ અને લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. અમિત શાહના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના ઘરની ચાવી આપવામાં આવી હતી.