રાજકોટમાં અંધશ્રદ્ધાની વિચિત્ર ઘટના સામે આવી છે. પડધરીના ન્યારા ગામમાં એક ભૂવાએ સારૂ સંતાન જન્મ લેશે એમ કહીને વિધી કરીને પરિવાર પાસેથી એક લાખ રૂપિયાથી વધુ રકમ પડાવી લીધી હતી. પરંતુ સંતાન ખોડખાપણ વાળું જન્મતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના ન્યારામાં ભુવાના ચક્કરમાં આવીને સવા લાખ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ નોંઘાઇ છે. નિ:સંતાન દંપતી બાળકની ઇચ્છા પૂર્ણ કરવા તે ભૂવા પાસે પહોંચી ગયા અને ભૂવાએ આ દંપતીને બાળકની ઇચ્છા પૂર્તિની ખાતરી અપાવી અને સવા લાખ રૂપિયા પડાવી લીધા હતાં.10 વર્ષથી સંતાન વિહોણા માતા પિતા ને ત્યાં સારા દિવસો આવ્યા. આ તાંત્રિક મંત્ર તંત્ર અને લાખો રૂપિયાના ખર્ચ બાદ મહિલા ગર્ભવતી થઇ પરંતુ બાળક અવિકસિત જન્મતાં પરિવારની આંખ ઉઘડી અને આખરે તેમણે ભુવાના પાંખડનો પર્દાફાશ કરવા માટે જિલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિજ્ઞાન જાથા દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ દંપતીને લઈ જઈ ગુનો દાખલ કરાવ્યો છે. આ મામલે પોલીસે દંપતીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. એક વર્ષથી બાળકની અલગ અલગ તબીબો પાસે સારવાર કરાવી હતી. અંતે ભુવાએ છેતરી લીધાની ખબર પડતાં જ વિજ્ઞાન જાથા પાસે દંપતી પહોંચ્યુ હતું. આ પાંખડી ભુવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિજ્ઞાન જાથાને પણ ભુવાની ફરિયાદ મળી છે..