મેટ્રો એટલાન્ટાની એક હાઈસ્કૂલની વિદ્યાર્થીની અને 100 થી વધુ અમેરિકન વિદ્યાર્થીઓ ઈઝરાયેલમાં યુદ્ધ ઝોનમાંથી આખરે ઘરે પરત ફર્યા છે.મહત્વનું છે કે હમાસે ઈઝરાયેલ પર તેના આતંકવાદી હુમલાની શરૂઆત કરી ત્યારે 17 વર્ષીય લીલા કેપલન 100 થી વધુ અમેરિકન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે બચાવ માટે દોડતી જોવા મળી હતી. આ વખતે કેટલીક ભયાનક ક્ષણો પણ નજરે પડી હતી.
વિદ્યાર્થીની લીલા કેપલને કહ્યું, “અમે જેરુસલેમમાં ફિલ્ડ ટ્રિપ પર હતા અને અમે સાયરનના અવાજથી ચોંકી ગયા હતા. આ વિદ્યાથીઓ સ્ટાર્સ મિલ હાઈસ્કૂલના જુનિયર યુનાઈટેડ સ્ટેટ્સના અન્ય યહૂદી વિદ્યાર્થીઓ સાથે વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ યુદ્ધની સ્થિતિ વચ્ચે તેઓ પોતાને ફસાયેલા જોતાં ચિંતાંમાં મુકાયા હતા.
લીલા કેપલને યુદ્ધના ક્ષેત્રમાં થઈ રહેલી ગતિવિધિનું વર્ણન કરતાં કહ્યું, “લોકો અમારા ઘરના દરવાજા પર ટકોરા મારી રહ્યા છે અને અમને બંકરમાં જવા અને સલામતી માટે શક્ય તેટલી ઝડપથી દોડવાનું સાવચેત કરી રહ્યા હતા.” પરંતુ આ વચ્ચે લીલા કેપલાનના માતા-પિતા તેમની સૌથી નાની પુત્રી સાથે સંપર્કમાં રહ્યા, પરંતુ જેમ જેમ યુદ્ધ વધુ તીવ્ર બન્યું અને એરલાઈન્સે તેમનું કામકાજ બંધ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ ચિંતા કરવા લાગ્યા કે તે કેવી રીતે આ બાળકો મુસીબત માંથી બહાર નીકળશે. મહત્વનું છે કે આ બાદ એક એટલાન્ટા-આધારિત ટ્રાવેલ એજન્ટ ચેરી લેવિટન જે ઈઝરાયેલમાં બિઝનેસ ટ્રિપ પર હતો. લેવિટન બાળકોને બહાર કાઢવા માટે પ્લેનની સગવડ કરવાની પ્રક્રિયામાં લાગેલો હતો.
બ્રાડ કેપલેને જણાવ્યું હતું કે, “અમને ખ્યાલ ન હતો કે બાળકોને ઈઝરાયેલમાંથી બહાર કાઢવા માટે પડદા પાછળ આ બધું કામ ચાલી રહ્યું છે.” “તે જાણીને મોટી રાહત થઈ કે તેણી સલામત છે અને સતત અમારા સંપર્કમાં છે. મહત્વનું છે કે આ યુદ્ધ દરમિયાન મોટાભાગની મોટી એરલાઈન્સે તેમની કામગીરી બંધ કરી દીધી હોવા છતાં, લેવિટન 100 થી વધુ અમેરિકન કિશોરો માટે વિમાન સુરક્ષિત કરવામાં સક્ષમ હતો.
ટેક ઓફ કરતા પહેલા કિશોરોને આશ્રય લેવાની ફરજ પડી હતી.વિદ્યાર્થીઓ એરપોર્ટ તરફ જતા પહેલા, તેઓ લડાઇમાં રોકાયેલા 1,500 થી વધુ ઇઝરાયેલી સૈનિકો માટે હેલ્થ કીટ બનાવવા માટે જોડાયા હતા. લીલા ઈઝરાયેલથી ઈટાલી અને પછી બોસ્ટન ગઈ જ્યાં કેમેરામાં તમામ ભાવનાત્મક પુનઃમિલનને કેદ કરી હતી.